મહારાષ્ટ્રના 3 ધારાસભ્યોને 100 કરોડમાં મંત્રીપદ અપાવી દેવાની ઓફર

116

– પોલીસે ચાર ગઠિયાઓની ધરપકડ કરી
– દિલ્હી કનેકશનના નામે સંપર્ક કર્યો 20 ટકા એડવાન્સ આપો, બાકીના શપથ લીધા પછી

મુંબઇ : મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના થઇ છે. પરંતુ હવે મંત્રીમંડળનું વિસ્તરણ આજકાલમાં થવાનું છે.ત્યારે ત્રણ ધારાસભ્યોને રાજ્યના મંત્રી તરીકે નિશ્ચિતપણે સ્થાન અપાવી દેવા બદલામાં ૧૦૦ કરોડ રૃપિયાની માંગણી કરવામાં આવી હતી.આ પ્રકરણે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીની ધરપકડ કરી છે.

રાજ્યમાં નવી સરકારના મંત્રીમંડળમાં પદ મેળવવા માટે વિધાનસભ્યો મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા દેવેન્દ્ર ફડળવીસના બંગલે મુલાકાત માટે જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આનો ફાયદો ઉઠાવીને ચાર જણે મંત્રીપદ અપાવવાના નામે ત્રણ વિધાનસભ્યને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ પહેલા વિધાનસભ્યોને ફોન કરીને કહ્યું કે તેઓ દિલ્હીથી આવ્યા છે.વરિષ્ઠ મંત્રીઓએ તેમનો બાયોડેટા માંગ્યો છે, આ પછી સંબંધિત આરોપીઓએ વિધાનસભ્યો સાથે બે થી ત્રણ વખત વાત કરી અને કહ્યું કે જો તેમને કેબિનેટમાં મંત્રી પદ જોઇતું હોય તો ૧૦૦ કરોડ રૃપિયા આપવા પડશે.ફોન પર વાતચીત બાદ આરોપી ૧૭ જુલાઇના વિધાનસભ્યને ઓબેરોય હોટેલમાં મળ્યો હોવાનું કહેવાય છે.

૧૦૦ કરોડ રૃપિયામાંથી ૨૦ ટકા તાત્કાલિક ચૂકવવા પડશે અને બાકીની રકમ મંત્રીપદની શપથ લીધા પછી આપવા પડશે.

વિધાનસભ્યને મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું.આરોપીઓએ વિધાનસભ્યોને નરીમાન પોઇન્ટ મળવા માટે બોલાવ્યા હતા પછી આરોપી ફાઇવસ્ટાર હોટેલ ગયા હતા.પણ પોલીસે છટકું ગોઠવીને એક આરોપીને ઝડપી લીધો હતો.તેની પૂછપરછ દરમિયાન અન્ય ત્રણ આરોપીની ગુનામાં સંડોવણીની જાણ થઇ હતી.બાદમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે આ મામલે એક વિધાનસભ્યના ખાનગી સેક્રેટરીની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો હતો.આરોપીઓમાં રિયાઝ શેખ,યોગેશ કુલકર્ણી, સાગર સંગવઇ,જાફર અહમદ ઉસ્માનીનો સમાવેશ છે.

આરોપીએ અન્ય કોઇ વિધાનસભ્યનો સંપર્ક કર્યો હતો ? અન્ય વિધાનસભ્યએ તેમને પૈસા ચૂકવ્યા છે કે કેમ એની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Share Now