K-2ને લઇ બોલીવુડની લેફ્ટિષ્ટ-લિબ્રલ ગેંગ ધુંઆપુંઆ ! સેક્યુલારિઝમના નામે હિન્દૂદ્વેષ દર્શાવી -કાળા ધનને ધોઈને ચોખ્ખું કરવાની મજા હવે ક્યાં?

237

કથિત મેગા બ્લોકબસ્ટર સ્ટાર આમિર ખાનની મેગા બજેટવાલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને દર્શકોએ એવી રીતે નકારી કાઢી છે કે આમિર પોતે હજુ આઘાતમાં છે.આ સાથે જ બીજા અનેક કથિત સ્ટાર્સ અને સ્ટારકિડ્સ પણ સદમામાં છે કે જેમના રોટલા અંડરવર્લ્ડના કાળા પૈસા ધોવા માટે હિંદુદ્વેષ બતાવીને ચાલતા હતા.લાલ સિંહ ચઢ્ઢાને ફ્લોપ થતી જોયા બાદ એ બધાએ પોતાના દુઃખ-દર્દ-પીડા સોશિયલ મીડિયા પર ઠાલવવા માંડ્યા છે.

બોલીવુડનું વહાણ ડુબતું જોઈને હવે તેના પર સવાર થયેલા અનેક લોકો નાછૂટકે સામે આવી રહ્યા છે.જે લોકોને ખ્યાલ જ છે કે તેમણે ભૂતકાળમાં કેવા કેવા પ્રોપગેન્ડા ચલાવ્યા છે અને જેમને વિશ્વાસ જ છે કે સમય આવતા તેમનો અને તેમની ફિલ્મોનો પણ આ જ રીતે બહિષ્કાર થવાનો છે તેમણે હમણાંથી પાણી પહેલા પાળ બાંધવાની શરુ કરી દીધી છે.ઘણા લોકોએ નક્કી કરી લીધું છે કે આગળથી આવા કોઈ પ્રોપગેન્ડામાં ફસાશે નહિ અને માત્ર મનોરંજન પીરસવાનું જ કામ કરશે.પરંતુ હજુય બહુમતી લોકો આ સત્ય પચાવી નથી શકતા અથવા એમ કહીએ તો તેમનામાં ટેલેન્ટ જેવું કાંઈ છે જ નહિ બસ પ્રોપગેન્ડા અને અંડરવર્લ્ડના કાળા નાણાંના લીધે જ હમણાં સુધી તાકી રહ્યા હતા.તેમણે એનકેન પ્રકારે હવે દર્શકો અને તેમની ફિલ્મોના બહિષ્કારને વખોડવાનું શરૂ કરી દીધું છે.

પોતાના દુઃખ-દર્દ-પીડા ઠાલવવાની હારમાળામાં સૌથી તાજું નામ સામે આવ્યું છે અભિનેતા અર્જુન કપૂરનું.બોલિવૂડ હંગામા સાથેના તાજેતરના ઈન્ટવ્યુમાં અભિનેતા અર્જુન કપૂરે ફિલ્મ ઉદ્યોગને અવરોધી શકે તેવા વિવિધ કારણો વિશે વાત કરી હતી.મને લાગે છે કે અમે આટલા લાંબા સમય સુધી મૌન રહીને ભૂલ કરી છે.અમારી શિષ્ટાચારને અમારી નબળાઈ તરીકે લેવામાં આવી હતી.અમે હંમેશા કામને પોતાને માટે બોલવા દો,આ બધાથી કોઈ ફરક પડતો નથીમાં માનીએ છીએ,તેણે બોલિવૂડ હંગામાને કહ્યું હતું.આ ઇન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે 2020 થી ફિલ્મ ઉદ્યોગને ઘેરી લેનાર બૉયકોટ સંસ્કૃતિ વિશે વાત કરી હતી.તેણે ઉમેર્યું, અમે ઘણું સહન કર્યું.ઘણું હવે લોકોને તેની આદત પડી ગઈ છે.

આમ પોતાના પિતા બોની કપૂરના નામ પર બોલીવુડમાં એન્ટ્રી મેળવનાર અર્જુન કપૂર હવે આડકતરી રીતે દર્શકોને ધમકી આપવા માંડ્યો છે.તેના કહેવા પ્રમાણે હવે બોલીવુડે વધારે સહન ના કરવું જોઈએ તથા એકજુથ થઈને બોયકોટ કરનારા દર્શકોનો સામનો કરવો જોઈએ.આ જ હારમાળામાં અન્ય એક કપૂર પ્રોડ્યુસર એકતા કપૂર પણ પોતાના દુઃખ-દર્દ-પીડા લઈને કૂદી પડી છે.એકતા કપૂર તેના પ્રોડક્શનમાં તૈયાર થયેલ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘દોબારા’ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી.આ દરમિયાન જ્યારે તેને ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને આમિર ખાનના બહિષ્કાર પર પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું સમર્થન કર્યું અને આમિરને ઉદ્યોગમાં સૌથી વધુ બિઝનેસ જનરેટ કરનાર સુપ્રસિદ્ધ એક્ટર ગણાવ્યો હતો.

સુધરે એ બીજા : પૌરાણિક દ્વારકા નગરીની કથામાં તેમને ભગવાન શ્રી કૃષ્ણ વધુ પડતા લાગે છે

પોતાના દુઃખ-દર્દ-પીડા દર્શાવવામાં બૉલીવુડ એ ભૂલી જઈ રહ્યું છે કે તેમની આ હાલત કેમ થઇ છે.જો તેઓ યોગ્ય મનોમંથન કરે તો એનો જવાબ મળશે કે તેમની ફિલ્મોમાં મનોરંજનનો અભાવ અને અકારણ દર્શવવામાં આવતા હિંદુદ્વેષને કારણે તેમની હાલત આવી થઇ છે.પરંતુ હજુ પણ ઘણા આ સત્ય સ્વીકારી નથી શકતા અને હિંદુદ્વેષ બતાવવાની પોતાની જૂની આદત છોડી નથી શકતા.

શનિવાર (13 2022ઓગસ્ટ) ના રોજ રજુ થયેલ અભિનેતા નિખિલ સિદ્ધાર્થ અભિનીત તેલુગુ ફિલ્મ કાર્તિકેયા 2 ને તેલુગુ ઉપરાંત હિન્દી ભાષામાં પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને ફિલ્મ સારો એવો વકરો પણ કરી રહી છે.કોઈ મોટા સ્ટાર નહિ, પ્રમોશન માટે કોઈ મોટું બજેટ નહિ તો પણ આ ફિલ્મ જે રીતે સફળ થઇ રહી છે જે એ દર્શાવે છે કે ફિલ્મને સફળ થાવ માટે માત્ર સારી પ્રોપગેન્ડારહિત સ્ટોરી અને સારા અભિનયની જરૂર હોય છે.જો કોઈ ફિલ્મમાં આ બંને વસ્તુ હોય તો દર્શકો તેને જરૂર વધાવતા હોય છે.પરંતુ એક પ્રોપગેન્ડારહિત નાના બજેટની ફિલ્મ સફળ કઈ રીતે થઇ શકે એ પણ એવા સમયે જયારે આમિર ખાન જેવા મેગા સુપરસ્ટારની મેગા બજેટની ફિલ્મ બોક્સઓફિસ પાર પીટાઈ રહી હોય એ વાત હજુ ઘણા લોકો પચાવી નથી શકતા.અને આ વાતથી પોતાના દુઃખ-દર્દ-પીડા દર્શવતા તેઓ રોકાઈ નથી શકતા.

એક રાષ્ટ્રીય ચેનલના સેકયુલર સબ એડિટર જેણે કાર્તિકેયા 2 નો ફિલ્મ રિવ્યુ લખ્યો હતો તેને એ ન ગમ્યું કે આ ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણનો સંદર્ભ વધુ પડતો લેવાયો છે.અને આ માટે તેણે ફિલ્મને ખુબ વખોડી છે અને માત્ર 1.5 સ્ટાર જ આપ્યા છે.તો આ બહેનને કોણ સમજાવશે કે જે ફિલ્મ પૌરાણિક દ્વારકા નગરી પર બનેલી હોય એમાં ભગવાન શ્રી કૃષણનો સંદર્ભ ના હોય તો કોનો હોય? પરંતુ આ અને એના જેવા અનેક ફિલ્મ રિવ્યુઅર અને ક્રિટીક્સ હમેશાથી હિંદુદ્વેષથી ભરપૂર ફિલ્મોના રિવ્યુ કરવા ટેવાયેલા છે એટલે તેમને આવી સરસ ફિલ્મો ન જ ગમે એ સ્વાભાવિક છે.

હવે જોવાનું એ છે કે બૉલીવુડ અને તેની સાથે જોડાયેલા લોકો પોતાની ભૂલોમાંથી કોઈ શિખામણ લે છે કે નહિ કે પછી હમેશની જેમ પોતાની નિષ્ફ્ળતાનું ઠીકરું દર્શકો પર જ ફોડ્યા કરશે.

Share Now