અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર : શારદીય નવરાત્રી 2022 ના 9 દિવસ મા દુર્ગાને સમર્પિત છે.આ વર્ષે શારદીય નવરાત્રી આજથી એટલે કે, 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.શારદીય નવરાત્રી 04 ઓક્ટોબરે સમાપ્ત થશે. શારદીય નવરાત્રીના મહાઅષ્ટમીનું વ્રત 03 ઓક્ટોબરે રાખવામાં આવશે. નવરાત્રિના નવ દિવસ સુધી ભક્તો માતા દુર્ગાની પૂજા કરે છે.નવરાત્રીના નવ દિવસની પૂજામાં રંગોનું વિશેષ મહત્વ હોય છે.આવી સ્થિતિમાં ચાલો જાણીએ 9 દેવીઓના પ્રિય રંગ.
શારદીય નવરાત્રીનો પ્રથમ દિવસ
નવરાત્રીનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રી દેવીને સમર્પિત છે.માતા શૈલપુત્રીનો સૌથી પ્રિય રંગ લાલા છે.આ ઉપરાંત માતા શૈલપુત્રીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે. આ રંગ શુદ્ધતા અને શાંતિનો પ્રતિક છે.
શારદીય નવરાત્રીનો બીજો દિવસ
શારદીય નવરાત્રીના બીજા દિવસે એટલે કે 27 સપ્ટેમ્બરે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.આ દિવસે લાલ રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ
નવરાત્રિનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટા દેવીને સમર્પિત છે. 28 સપ્ટેમ્બરે તેમની પૂજા કરવામાં આવ છે.માતા ચંદ્રઘંટાની પૂજામાં નારંગી રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
શારદીય નવરાત્રીનો ચોથો દિવસ
નવરાત્રિનો ચોથો દિવસ 29 સપ્ટેમ્બર 2022ના રોજ છે. આ દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે.આવી સ્થિતિમાં આ દિવસે પીળા રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
શારદીય નવરાત્રીનો પાંચમો દિવસ
નવરાત્રિનો પાંચમો દિવસ 30 સપ્ટેમ્બર શુક્રવારે છે.આ દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે.તેમની પૂજામાં લીલા રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
શારદીય નવરાત્રીનો છઠ્ઠો દિવસ
નવરાત્રિની ષષ્ઠી તિથિ 01 ઓક્ટોબરે છે.આ દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે.માતા કાત્યાયનીની પૂજામાં રાખોડી રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
શારદીય નવરાત્રીનો સાતમો દિવસ
નવરાત્રીનો સાતમો દિવસ 2 ઓક્ટોબરના રોજ છે.શારદીય નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ દેવીની પૂજા કરવામાં આવે છે.માતા કાલરાત્રિની પૂજામાં વાદળી રંગનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.
શારદીય નવરાત્રીનો આઠમો દિવસ
નવરાત્રીનો આઠમો દિવસ 3 ઓક્ટોબરના રોજ છે. આ દિવસે મહાઅષ્ટમી ઉજવવામાં આવે છે.નવરાત્રિની અષ્ટમી તિથિએ માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.આ માતાને જાંબલી રંગના વસ્ત્રો અર્પણ કરવા શુભ માનવામાં આવે છે.આ દિવસે કન્યા પૂજા પણ કરવામાં આવે છે.
શારદીય નવરાત્રીનો નવમો દિવસ
શારદીય નવરાત્રીનો નવમો દિવસ 4 ઓક્ટોબરના રોજ છે.નવરાત્રિની નવમાં દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.આ દિવસે ગુલાબી રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.