યુરોપની 27 દેશની કંપનીઓ હિજાબ પર પ્રતિબંધ મૂકી શકે છે

147

– ઈયુની સર્વોચ્ચ અદાલતે લીધો ઐતિહાસિક નિર્ણય
– ‘હિજાબ પર પ્રતિબંધથી ધાર્મિક લાગણી નહીં દુભાય,કંપનીઓ કરી શકશે પ્રતિબંધ’, EU કોર્ટનો મોટો નિર્ણય

નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર 2022, શનિવાર : યુરોપની સર્વોચ્ચ કોર્ટ ધ કોર્ટ ઓફ જસ્ટિસ ઓફ ધ યુરોપિયન યુનિયન(CJEU) એ હિજાબને લઈ મહત્વનો નિર્ણય લીધો છે.સીજેઈયુએ કહ્યું કે ઈયુના 27 દેશોની ખાનગી કંપનીઓ વર્કપ્લેસ પર હિજાબને પ્રતિબંધિત કરી શકે છે.

કોર્ટે સ્વીકાર્યું કે, જો કોઈ કંપનીએ મોંઢા કે માથાને ઢાંકવા વાળી કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ મૂકી રાખ્યો છે તો આ નિયમ હિજાબ પર પણ લાગુ થાય છે.આ પ્રતિબંધ કોઈ પણ પ્રકારે ધાર્મિક લાગણીઓને ઠેસ નથી પહોંચાડતો.આ કંપનીનો અધિકાર છે કે તે કામની જરૂરતને જોતા કર્મચારીઓ માટે ડ્રેસ કોડ લાગૂ કરે. CJEUના આ નિર્ણય પછી યૂરોપના ઘણા દેશોની કંપનીઓને હિજાબ અને અન્ય ધાર્મિક પ્રતીકોથી જોડાયેલા કેસોમાં નિર્ણય કરવાનો અધિકાર મળી શકે છે.

આ નિર્ણય બેલ્જિયમની એક કંપનીમાં કામ કરતી ટ્રેઈનીની અરજી પર આવ્યો છે.મહિલાએ કહ્યું કે, તે કંપનીમાં 6 સપ્તાહની ટ્રેનિંગ માટે ગઈ હતી.ભારતમાં ચાલી રહેલા હિજાબ વિવાદની જ્વાળાઓ યુરોપ સુધી પહોંચી ગઈ છે.હવે યુરોપની સુપ્રીમ કોર્ટે આ વિવાદ પર મોટો નિર્ણય લીધો છે.યુરોપિયન યુનિયનની કોર્ટ ઓફ જસ્ટિસે હિજાબને લઈને કહ્યું કે EUના 27 દેશોમાં ખાનગી કંપનીઓ કામના સ્થળે હિજાબ પર પ્રતિબંધ મૂકી શકે છે.વાસ્તવમાં, કોર્ટનો આ નિર્ણય બેલ્જિયમની એક કંપનીમાં કામ કરતા તાલીમાર્થીની અરજી પર આવ્યો છે.અરજદાર મહિલાનો આરોપ છે કે તે કંપનીમાં 6 અઠવાડિયા માટે ટ્રેનિંગ માટે ગઈ હતી, પરંતુ તેને કહેવામાં આવ્યું કે તે હિજાબ પહેરી શકતી નથી.

Share Now