રાજસ્થાનમાં પાકિસ્તાનનું ચોકલેટ ષડયંત્ર, ઉદયપુરમાં વેચાતી હતી બીફમાંથી બનેલી ‘ચિલી-મિલી’ ટોફી

124

પાકિસ્તાનમાં બીફમાંથી બનેલી ચોકલેટ વેચવાનો રાજસ્થાનના ઉદયપુરમાં મામલો સામે આવ્યો છે.શહેરમાં પોલીસ કંટ્રોલરૂમથી માત્ર પચાસ મીટર દૂર બીફ જિલેટીનમાંથી બનેલી ચોકલેટનું વેચાણ થઈ રહ્યું હતું.ફરિયાદ મળતાં જ મેડિકલ અને હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દુકાનમાંથી બીફમાંથી બનેલી તમામ ટોફી જપ્ત કરી હતી.આ ટોફી પાકિસ્તાનથી આયાત કરવામાં આવી હતી. હવે વિભાગ શહેરની અન્ય દુકાનોની તપાસમાં વ્યસ્ત છે.

ટોફીના પેકેટ પર ‘મેડ ઇન પાકિસ્તાન’ લખેલું

મળતી માહિતી મુજબ, મેડિકલ વિભાગને ઉદયપુરના બજારમાં ‘મેડ ઇન પાકિસ્તાન’ લખેલી બીફની ટોફીના વેચાણની ફરિયાદ મળી હતી.એ બાદ તરત જ ફૂડ ઇન્સ્પેક્ટરની એક ટીમ તપાસ માટે મોકલવામાં આવી હતી. દેહલી ગેટ સ્ક્વેર ખાતે ચોકલેટ અને બર્થ ડે ડેકોરેશન આઈટમ્સની દુકાનમાંથી બીફની બનેલી ટોફીના પેકેજો જપ્ત કરવામાં આવ્યા હતા.દુકાનદારનું કહેવું છે કે, તે આ ટોફી મુંબઈથી મગાવી રહ્યો છે.આ દુકાનમાંથી આ ટોફી અન્ય દુકાનોમાં પણ સપ્લાય કરવામાં આવી છે.તેના પેકેટ પર ‘મેડ ઇન પાકિસ્તાન’ લખેલું છે.

ચિલી-મિલીના એક પેકેટની કિંમત 20 રૂપિયા છે

ટોફીના પેકેટ પરનું સરનામું ‘ઈસ્માઈલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ C-230, HITE હબ,બલૂચિસ્તાન,પાકિસ્તાન દ્વારા ઉત્પાદિત’ છે.તેના પેકેટ પર ઉર્દૂ ભાષામાં ઘણી માહિતી આપવામાં આવી છે.પેકેટની ઉપરના લાલ નિશાન પરથી સ્પષ્ટ થાય છે કે આ ટોફી નોન વેજ છે. ‘ચિલી-મિલી’ નામની આ ટોફીના પેકેટની કિંમત 20 રૂપિયા છે.સામાન્ય લોકોએ પાકિસ્તાની ટોફી વેચવા અને તેમાં બીફ જિલેટીન હોવાનો પણ વિરોધ કર્યો હતો.તેમના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ માગણી કરી હતી.

ટોફીના નમૂના લેબોરેટરીમાં મોકલાયા

મેડિકલ વિભાગના ફૂડ ઈન્સ્પેક્ટર અશોક ગુપ્તા કહે છે કે, ટોફી પર બીફ જિલેટીન લખેલું હોય છે.સીએમએચઓ ડો. આર.એલ. બામણિયાએ જણાવ્યું કે, એક દિવસ પહેલા એક વ્યક્તિ ઓફિસમાં આવ્યો હતો અને તેની ફરિયાદ કરી હતી.તેણે મને સેમ્પલ બતાવ્યો.આના પર મેં તરત જ ફૂડ ઈન્સ્પેક્ટરને તપાસ માટે મોકલ્યા.સ્થળ પરથી ટોફી જપ્ત કરી તેના નમૂના લીધા હતા.ટોફી પર મેડ ઇન પાકિસ્તાન લખેલું હતું અને તેની સામગ્રી પર બીફ જિલેટીન લખેલું હતું.તેના સેમ્પલને સંપૂર્ણ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Share Now