CMOએ વોટ્સએપ નંબર જાહેર કર્યાના એક જ દિવસમાં થયો ફરિયાદોનો વરસાદ, તંત્ર હરકતમાં

166

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવી સરકારની રચના બાદ એક્શનમાં જોવા મળી રહ્યા છે.અને એક બાદ એક નવા એક્શન લેતા જોવા મળી રહ્યા છે.જેમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં જ દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા વોટ્સએપ નંબર જાહેર કર્યો હતો.જેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે.નંબર જાહેર થયાના એક જ દિવસમાં ફરિયાદોનો ઢગલો થઈ ગયો છે.

એક જ દિવસમાં 500થી વધુ ફરિયાદો

ગુજરાતમાં નાગરિકો દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ સીધી જ મુખ્યમંત્રીને કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો.જેના કારણે કોઈ પણ અધિકારી પાસે કે કોઈ પણ જગ્યાએ જગ્યાએ ગયા વગર જ ઘરે બેઠા આ વોટ્સએપ પર ફરિયાદ કરી શકો છે.ત્યારે મુખ્મંત્રીની આ પહેલને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આ નંબર જાહેર થયાના એક જ દિવસમાં 500થી વધુ ફરિયાદો મળી છે.બુધવારે બપોરે 2 વાગ્યા સુધીની 20 કલાકમાં જ CMOના વોટ્સએપ નંબર પર 500થી વધુ ફરિયાદો આવતા તંત્રમાં દોડભાગ મચી જવા પામી હતી.આ ફરિયાદો મળતાની સાથે જ મુખ્યમંત્રીએ સબંધીત અધિકારીઓને તેની તપાસ માટે કામે પણ લગાવી દીધા છે.

સૌથી વધુ ફરિયાદો આ અધિકારીઓની

મહત્વનું છે કે આ વોટ્સએપ મારફતે આવેલી ફરિયાદોમાંથી સૌથી વધુ પોલીસ,પંચાયત અને કલેક્ટર કચેરી તેમજ સસ્તા અનાજના વિતરણ સંબંધિત હોવાનું જાણવા મળી રહ્યું છે.કાર્યાલય દ્વારા આ ફરિયાદો કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારપી,પોલીસ અધિક્ષક,શિક્ષણ અધિકારી અને આરોગ્ય અધિકારીને મોકલી દેવામાં આવી છે.જિલ્લા-તાલુકામાં દોડધામ મચી જવા પામી છે.

મુખ્યમંત્રી કાર્યલયનો વોટ્સએપ નંબર જાહેર કરાયો હતો

મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તે માટે તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાય તે માટે વોટ્સએપ નંબર ‘70309 30344’ જાહેર કરાયો છે.જેના પણ નાગરિકો વિવિધ રજૂઆતો,અરજી,ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકે છે.

Share Now