રાજસ્થાનના હનુમાનગઢમાં વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ, 4 લોકોનાં મોત,

56

– આ વિમાન ક્રેશ થઈને એક મકાન પર પડ્યું
– વાયુસેનાએ આપ્યા તપાસના આદેશ

રાજસ્થાનથી વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે.અહીં હનુમાનગઢમાં વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું છે.આ દુર્ઘટનામાં 4 ગ્રામીણના મોતના અહેવાલ મળી રહ્યા છે.આ વિમાન ક્રેશ થઈને એક મકાન પર પડ્યું હતું.માહિતી અનુસાર બંને પાઈલટ પણ સુરક્ષિત છે.ઘટનાની જાણ થતાં જ ગ્રામીણો અને સ્થાનિકો ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા.હનુમાનગઢના બહલોલ નગરમાં આ ઘટના બની હોવાની માહિતી મળી છે.

વાયુસેનાએ આપ્યા તપાસના આદેશ

માહિતી અનુસાર ઘટના સમયે ઘરમાં ચાર લોકો હાજર હતા. જે બધા જ મૃત્યુ પામી ચૂક્યા છે.જોકે માહિતી અનુસાર પેરાશૂટની મદદથી જમ્પ લગાવીને બંને પાઇલટોએ પોતાનો જીવ બચાવ્યો હતો.આ મામલે વાયુસેનાએ નિવેદન જાહેર કર્યું હતું.આ નિવેદનમાં જણાવાયું હતું કે આ દુર્ઘટના દરમિયાન મિગ-21 વિમાન ટ્રેનિંગ પર ઉડાન ભરી રહ્યું હતું.દુર્ઘટનાના કારણો જાણવા માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.સુરતગઢની નજીકમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

Share Now