– ડોકટરના પ્રિસ્કીપશન વગર નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી સીરપનું કરતા હતા વેચાણ
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરોના પ્રિસ્કીપશન વગર નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી સીરપ તથા ટેબ્લેટ વેચવાના રેકેટનો પોલીસ દ્વારા અવાર નવા૨ પર્દાફાશ કરી સંચાલકોની ધરપકડ – કરવામાં આવે છે.દરમિયાન લીંબાયત વિસ્તારમાં સુરત શહેર ભાજપ લઘુમતી મોરચાના અગ્રણી ઇરફાન પઠાણ પોતે મેડિકલ સ્ટોરમાં ગેરકાયદેસર અને ડોકટરના પ્રિસ્કીપશન વગર નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી સીરપ વેચતા એસઓજી પોલીસના હાથે ઝડપાયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસઓજીની ટીમે મળેલી બાતમીને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેક્ટરને સાથે રાખીને લીંબાયત મીઠીખાડી ખાતે આવેલ જંગલશાહ બાબાની દરગાહની બાજુમાં આવેલ સના મેડિકલ એન્ડ જન૨લ સ્ટોર પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી.અને ડમી ગ્રાહકને મેડિકલ સ્ટોર પર મોકલી મેડિલ સ્ટોરના સંચાલક શહેર ઈરફાન ઝહીર પઠાણ (રહે.મહાપ્રભુનગર,મીઠીખાડી લીંબાયત ) દ્વારા ડોકટરના પ્રિસ્કીપશન વગર નશાકારક સીરપ વેચતો હોવાનો પર્દાફાશ કર્યો હતો.જ્યાંથીનશો કરવા માટે ઉપયોગમાં લેવાતી સીરપ કોરેક્ષ ટી ની નાની મોટી મળી કુલ 61 બોટલો કબ્જે કરવામાં આવી હતી.પોલીસે મેડિલ સ્ટોર પર રેડ કરી ત્યાંથી ઈરફાન પઠાણને ઝડપી પાડ્યો હતો.
વધુમાં જાણવા મળ્યું હતું કે મેડિકલ સ્ટોર પર નશાકારક સીરપ વેંચતા ઝડપાયેલા ઈરફાન જહીર પઠાણ સુરત ભાજપ લઘુમતી મોરચાના અગ્રણી તેમજ વર્ષ 2010 થી 2015 સુધી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપના સભ્યપદે કાર્યરત હતો.પોલીસે તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.