બારડોલીના યુવાનને ઓનલાઇન ટ્રેપમાં ફસાવવા યુવતીએ નિર્વસ્ત્ર થઈ કહ્યું, “મર્દ હોય તો તારા કપડાં કાઢ”

129

– યુવકે સાયબર ક્રાઈમની મદદ માંગતા તપાસ હાથ ધરાઈ

સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હાલ લોકો પાસેથી રૂપિયા પડાવવાની સહિત દુષ્કર્મ આચરવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.જેમાં સુરતના યુવકે પોતાની સમજ અને જાણ અનુસાર આ મામલે સાયબર યુનિટનો સંપર્ક કરતા આ મામલે હાલ તપાસ હાથ ધરાઈ.અહેવાલ થકી મળતી માહિતી અનુસાર, સુરતમાં આવેલા માંગરોલના તરસાડી નગરમાં રહેતા 36 વર્ષના યુવાનને વોટ્સએપ વિડીયો કોલ પર યુવતીએ અસ્લીલ વાતો કરી શરીર ઉપરના કપડા કાઢી ઓપન થઈ તું મરદ હોય તો તારા કપડાં કાઢી ઓપન થઈ તું મરદ હોય તો તારા કપડાં કાઢ તેમ કગી વાતોમાં ભોળવી યુવાન પાસે રૂ.50,000ની માંગણી કરી હતી.બે મોબાઈલ નંબરથી વોટ્સએપ વિડીયો કોલ કરી પૈસા નહિ આપે તો ન્યૂડ ફોટા બનાવી ફેસબુક અને વોટ્સએપમાં વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ અંગે સાયબર યુનિટો સંપર્ક કરી યુવકે જણાવ્યું કે, તે તરસાડી નગરમાં મુળ ઉત્તરપ્રદેશનો 36 વર્ષનો યુવાન પોતાની પત્ની સાથે રહે છે.અને 15 વર્ષથી બાઈક રીપેરીંગનું ગેરેજ ચલાવે છે.યુવાન ગત 14 એપ્રિલ 2023ના રોજ બપોરે ગેરેજ ઉપરથી જમવા ઘરે ગયો હતો.તે સમયે મોબાઈલ ઉપર વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો.યુવાને કોલ રીસીવ કરતા સામેથી એક યુવતી હિન્દીમાં યુવાન સાથે અશ્લીલ વાત કરતી હતી.અને યુવતીએ શરીર પરના કપડાં કાઢી ઓપન થઈ યુવાનને તું મરદ હોય તો તારા પણ કપડા કાઢ તેમ જણાવતી હતી.જેથી યુવાને તરત જ ફોન કાપી દીધો હતો.બાદમાં 21 એપ્રિલ 2023ના રોજ ફરીથી વોટ્સએપ વિડીયો કોલ આવી રિસીવ કરતા યુવતીએ હિન્દીમાં અશ્લીલ વાત કરી તમારા ન્યૂડ ફોટો મારી પાસે છે. તમે મને રૂ.50,000 અત્યારે આપો નહિં તો તમારા ન્યૂડ ફોટો ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ કરી દેવાની ધમકી આપતા યુવાને ફરી વખત ફોન કાપી દીધો હતો.

બાદમાં 25 એપ્રિલ 2023ના રોજ રાત્રે 9 વાગે ફરીથી વોટ્સએપ વિડીયો કોલ આવતા યુવાને રિસીવ કરતા યુવતી હિન્દીમાં રૂ.50,000ની માંગણી કરી પૈસા નહિં આપો તો ન્યૂડ ફોટા બનાવી ફેસબુક અને વોટ્સએપમાં વાયરલ કરવાની ધમકી આપતાં યુવાને ફોન કટ કરી મોબાઈકલ ફોન ઉપરથી સાયબર યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી.યુવાનની સાયબર યુનિટની ફરિયાદ આધારે કોસંબા પોલીસે અજાણી યુવતી વિરુદ્વ બે મોબાઈલ નંબર આધારે ધી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ તપાસ હાથધરી છે.

Share Now