હવે બેંકોમાં 2 દિવસની રજા… નાણાં મંત્રાલયની પાસે પહોચ્યું પ્રપોઝલ, જલ્દી મંજુરીની શક્યતા

47

– પ્રસ્તાવ પાસ થઈ જાય તો કર્મચારીઓને અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાનું રહેશે
– આ પ્રસ્તાવને નાણાં મંત્રાલય તરફથી જલ્દીથી મંજુરી મળી જશે તેવી સંભાવના

જો કેન્દ્રીય નાણાં મંત્રાલય આ પ્રપોઝલને મંજુરી આપે તો હવે બેંકમાં માત્ર પાંચ દિવસ જ ચાલુ રહેશે અને કર્મચારીઓને પહેલા અને ત્રીજા શનિવારના રોજ પણ કામ નહી કરવું પડે.જો બધુ બરોબર ચાલશે તો હવે બેંક દર અઠવાડિયે માત્ર 5 દિવસ જ ચાલુ રહેશે.બેંકોમાં અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ કામ કરવાનું રહેશે.અને 2 દિવસ અઠવાડિયાની રજાના પ્રપોઝલને જલ્દીથી મંજુરી મળી જાય તેવી સંભાવના છે.તમને જણાવી દઈએ કે હાલમાં મહિનાનાં દરેક રવિવાર તેમજ દર અઠવાડિયાનો બીજો અને ચોથો શનિવાર રજા હોય છે.

પ્રસ્તાવ પાસ થઈ જાય તો કર્મચારીઓને અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાનું રહેશે

એક રિપોર્ટ પ્રમાણે બેંક કર્મચારી યુનિયનો દ્વારા દરેક શનિવારોને સાપ્તાહિક રજા જાહેર કરવાની માંગણીને લઈને ગત તા. 28 જુલાઈના રોજ એક બેઠકમાં આ પ્રમાણે સ્વીકાર કરવામાં આવ્યો હતો.અને તેનો પ્રસ્તાવ પ્રતિનિધિ સંસ્થા દ્વારા મંજુરી માટે નાણાં મંત્રાલયે પાસે મોકલી આપવામા આવ્યો છે.જો આ પ્રસ્તાવ પાસ થઈ જાય તો કર્મચારીઓને અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાનું રહેશે.જો કે, તેના બદલામાં 5 દિવસના સમયમાં 45 મિનિટ સુધીનો સમય વધારવામા આવી શકે છે.

આ પ્રસ્તાવને નાણાં મંત્રાલય તરફથી જલ્દીથી મંજુરી મળી જશે તેવી સંભાવના

બેંકર્સને ભરોસો છે કે તેમના આ પ્રસ્તાવને નાણાં મંત્રાલય તરફથી જલ્દીથી મંજુરી મળી જશે.રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મંત્રાલય સાથે કેટલીક અનૌપચારિક વાતચિતના આધારે આવું કહેવામાં આવ્યું છે.જેથી સરકારે બેંકર્સ યુનિયનના આ અનુરોધ સ્વીકાર કરવામાં કોઈ સમસ્યા નહી આવે.

Share Now