સીમા અને અંજૂ પછી હવે જોધપુરના વકીલે કરાચીની મહિલા સાથે કર્યા ઓનલાઈન લગ્ન

42

જોધપુર : પડોશી દેશ પાકિસ્તાનમાંથી ભલે ભારતના રાજકીય સંબંધો સારા ન હોય પરંતુ હાલના દિવસોમાં બંને દેશોના લોકો એકબીજા સાથે લગ્ન કરીને સમાચારોમાં ચમકી રહ્યાં છે.પહેલા સીમા પછી અંજુ અને હવે જોધપુરના એક વકીલે કરાચીની એક મહિલા સાથે ઓનલાઈન લગ્ન કર્યા છે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર પાછલા સપ્તાહ અરબાજ અને અમીનાના લગ્ન ભલે પારંપરિક લગ્ન જેવા રહ્યાં નહતા પરંતુ તેમને ચૂપચાપ લગ્ન કરી લીધા છે.કોઈ જ હંગામા વગર કાજીએ આ બંનેના લગ્ન ઓનલાઈન કરાવ્યા અને આને જોધપુર અને કરાચી બંને શહેરોમાં મોટી-મોટી એલઈડી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું.

અમીનાને ન મળ્યો વિઝા

પાછલા સપ્તાહ 2 ઓગસ્ટે થયેલા આ લગ્ન વિશે વરરાજાના પિતા મોહમ્મદ અફઝલે કહ્યું કે, પાકિસ્તાનમાં પોતાના સંબંધીઓ દ્વારા અન્ય તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને માત્ર અમીનાના વિઝાની રાહ જોવાઇ રહી હતી.જોકે, વિઝા પ્રક્રિયામાં ખુબ જ વિલંબ થયો તો અમે ઓનલાઈન લગ્ન કરાવવાનો વિચાર કર્યો હતો.આમ જે સમય નક્કી કરાયો હતો,તે સમયે જ લગ્ન કરાવવામાં આવ્યા હતા પરંતુ લગ્ન માત્ર ઓનલાઈન કરાવવા પડ્યા હતા.જોધપુર અને કરાચીમાં મહેમાનોનો તાતો લાગ્યો હતો અને બધી જ ધાર્મિક વિધીઓ પણ કરવામાં આવી હતી.લગ્નના ઠાઠ-માઠમાં કંઇ જ બાકી રાખવામાં આવ્યું નહતું.

બોર્ડર પાર થઇ રહ્યાં છે લગ્ન

અફઝલનું કહેવું છે કે, ભલે ભારત અને પાકિસ્તાનના તણાવપૂર્ણ સંબંધ હોય પરંતુ સીમા પાર થાનાર લગ્નોમાં વધારે પ્રભાવ પડી રહ્યો નથી.તેના પાછળનું કારણ બતાવતા તેઓ કહે છે કે, બંને દેશોમાં લોકોના સંબંધીઓ રહે છે.તેમનું કહેવું છે કે, અમે હવે અમીનાના વિઝાની રાહ જોઈ રહ્યાં છીએ.તે ઉપરાંત અફઝલે કહ્યું કે, અમીનાને સરળતાથી વિઝા મળી જવા જોઇએ કેમ કે, તેમના લગ્ન હવે ભારતીય સાથે થઈ ગયા છે.

આ વર્ષની શરૂઆતમાં જ જોધપુર મુજમ્મિલ ખાને પાકિસ્તાનની ઉરૂઝ ફામિમા સાથે ઓનલાઈન માધ્યમથી લગ્ન કર્યા હતા.પાકિસ્તાનના સંધિ વિસ્તારની રહેવાસી સીમા હૈદર ગ્રેટર નોઈડાના રબૂપુરા વિસ્તારમાં રહેતા પોતાના ભારતીય પ્રેમી સચિન મીના સાથે રહેવા માટે 13 મેના દિવસે નેપાળના રસ્તે પોતાના ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં દાખલ થઈ હતી.તે પછી રાજસ્થાન રહેનારી અંજૂ પાકિસ્તાન જઈને પોતાના પ્રેમી નસરૂલ્લાહ સાથે લગ્ન કર્યા છે.આને લઈને દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યો હતો.આમ અંજૂ અને સીમા દ્વારા કરેલી હિંમત પછી અનેક છૂપા પ્રેમીઓ હવે હિંમત દાખવી રહ્યાં છે.

Share Now