સુરત મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો 6,550 મતથી વિજય

122

સુરત : સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 20ની પેટા ચૂંટણીમાં અંતિમ રાઉન્ડની ગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ રાણાનો 6,550 મતોથી વિજય થયો છે.નવમા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ રાણા કોંગ્રેસ કરતા 5138 મતથી આગળ હતા.

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20ના કોર્પોરેટર જયેશ જરીવાલાના અવસાન બાદ ખાલી પલેરી બેઠક માટે 6 ઓગસ્ટના રોજ પેટા ચૂંટણી થઈ હતી.પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ થયો હતો.શરૂઆતના રાઉન્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર રહી હતી ચાર રાઉન્ડ સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર 1200 મતનું જ અંતર હતું.જોકે નવમાં રાઉન્ડના અંતે ભાજપ તેના પ્રતિસ્પર્ધીઓને ઘણા પાછળ રાખીને 5138 આગળ હતા અને અંતિમ રાઉન્ડની ગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ રાણાનો 6,550 મતોથી વિજય થયો છે.

Share Now