– સાલ્વે નવેમ્બર 1999થી નવેમ્બર 2002 સુધી સોલિસિટર જનરલ પણ રહી ચુક્યા છે
– પ્રથમ પત્ની મીનાક્ષીથી હરીશ સાલ્વેને બે દિકરીઓ પણ છે
દેશના જાણીતા વકીલોમાંના એક હરીશ સાલ્વેએ 68 વર્ષની ઉંમરમાં ત્રીજા લગ્ન કર્યા છે.તેમણે ત્રીજી પત્ની તરીકે ત્રીના નામની મહિલાને પસંદ કરી છે.લંડનમાં યોજાયેલા આ લગ્નમાં નીતા અંબાણી અને લલિત મોદી સાથે ઘણાં જાણીતા નામો આ લગ્ન સમારોહમાં સામેલ થાય હતા.સાલ્વે બોલીવૂડના સ્ટાર સલમાન ખાનથી લઈને અંબાણી ગ્રુપ માટે કોર્ટમાં હાજર રહી ચુક્યા છે.આ લગ્ન સમારોહના વીડિયો અને ફોટોસ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.
જૂન 2020માં પહેલી પત્નીથી થયા હતા અલગ
એડવોકેટ સાલ્વેની પ્રથમ પત્ની મીનાક્ષી હતી.બંનેનો લગ્ન સંબંધ 38 વર્ષ સુધી ચાલ્યું હતું, પરંતુ જૂન 2020માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.મીનાક્ષી અને સાલ્વેની બે દિકરીઓ પણ છે જેમનું નામ સાક્ષી અને સાનિયા છે.પહેલી પત્નીથી અલગ થયા બાદ સાલ્વેએ બ્રિટિશ કલાકાર કેરોલીન બ્રોસાર્ડ સાથે વર્ષ 2020માં બીજા લગ્ન કર્યા હતા.હવે તેમણે બીજા લગ્નના ત્રણ વર્ષ બાદ ત્રીજા લગ્ન કરી લીધા છે.
વેલ્સ અને ઇંગ્લેન્ડની મહારાણીના સલાહકાર પણ બનાવવામાં આવ્યા
હરીશ સાલ્વે દેશના સૌથી વ્યસ્ત વકીલ પણ માનવામાં આવે છે.તેઓ સર્વોચ્ચ ન્યાયાલયમાં ઘણાં મોટા કેસોનો પણ ભાગ રહી ચુક્યા છે.જેમાં પાકિસ્તાની સૈન્ય કોર્ટ તરફથી મોતની સજા પામેલા કુલભૂષણ જાધવ,બોલીવૂડના સ્ટાર સલમાન ખાનનો હિટ એન્ડ રન અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસ પણ સામેલ છે.આ ઉપરાંત તેઓ ટાટા ગ્રુપ,મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,ITC જેવા મોટા ગ્રુપની પણ વકીલાત કરી ચુક્યા છે.તેઓ નવેમ્બર 1999થી નવેમ્બર 2002 સુધી સોલિસિટર જનરલ પણ રહી ચુક્યા છે.તેઓને જાન્યુઆરીમાં વેલ્સ અને ઇંગ્લેન્ડની મહારાણીના સલાહકાર પણ બનાવવામાં આવ્યા હતા.