ક્રિભકો દ્વારા યોનેક્સ સનરાઇઝ ગુજરાત રાજ્ય બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરાયું

156

સુરત : કૃભકો સુરત દ્વારા 19 થી 23 જૂન 2024 દરમિયાન કૃભકો ટાઉનશીપ, હજીરા સુરત ખાતે યોનેક્સ સનરાઈઝ ગુજરાત રાજ્ય બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024 પ્રાયોજિત અને આયોજિત કરવામાં આવી રહી છે.જેમાં સિંગલ,ડબલ અને મિક્સ ડબલ જેવી કેટેગરીમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓ માટે સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે.ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પીયૂષ કુમાર,જનરલ મેનેજર (વાણિજ્ય) દ્વારા 19 જૂન 2024 ના રોજ કૃભકોના વરિષ્ઠ અધિકારીઓ, સુરત જિલ્લા બેડમિન્ટન એસોસિએશન અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાંથી કુલ 234 ખેલાડીઓ 5 અલગ-અલગ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.જેમાં તસ્નીમ મીર શ્રેયા લેલે,એશાની તિવારી,અદિતા રાવ,શેનન ક્રિશ્ચિયન,અંજલિ રાવત,અધીપ ગુપ્તા જેવા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે જે કૃભકો માટે ગર્વની ક્ષણ છે.

ક્રિભકો એ મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એ આપણા રાષ્ટ્રની સૌથી મોટી યુરિયા મેન્યુફેક્ચરિંગ કંપની છે જે આપણા રાષ્ટ્રના ખેડૂત સમુદાય માટે સેવાઓ પૂરી પાડે છે.  આ ઉપરાંત ક્રિભકો વિવિધ સામાજિક વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરે છે અને રમતગમતને પ્રોત્સાહન આપે છે.કૃભકો આસપાસના ઉદ્યોગો અને ગામડાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે નિયમિતપણે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.

Share Now