– સોમવારે સં.રા. મહાસભાની દ્વિ-રાજ્ય સમાધાન માટેની વિશેષ બેઠકમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા અબ્બાસે પેલેસ્ટાઇની રાષ્ટ્રની રૂપરેખા રજૂ કરી
ન્યૂયોર્ક : સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની દ્વિ-રાષ્ટ્ર સમાધાન અંગેની વિશેષ બેઠકમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા બોલતાં પેલેસ્ટાઇનના પ્રમુખ અબ્બાસે એક જૂથ પેલેસ્ટાઇની રાજ્યની રૂપરેખા રજૂ કરી હતી.તેમાં એક જ કાનૂન અને એક જ સંરક્ષણ દળની વાત જણાવી હતી.
પેલેસ્ટાઇનને કેટલાએ અગ્રીમ દેશોએ એક સ્વતંત્ર-સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે તેમાં ફ્રાંસ,બ્રિટન,ઓસ્ટ્રેલિયા જેવા અગ્રીમ દેશો સામેલ છે.તે દ્રષ્ટિમાં રાખી પેલેસ્ટાઇનના પ્રમુખ મહમૂદ અબ્બાસે હમાસ અને તેના સહયોગી જૂથોને સખત ચેતવણી આપતાં કહ્યું છે કે શસ્ત્રો મુકી પેલેસ્ટાઇની સરકારને શરણે થાવ કારણ કે ગાઝાપટ્ટીમાં શાસન અને સુરક્ષા તથા સંરક્ષણ જાળવનારી એક માત્ર સંસ્થા છે,તે છે ‘સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન’ તેમાં અન્ય કોઈપણ ગેરકાનૂની સશસ્ત્ર સમુહ ચલાવી નહીં લેવાય.ગાઝામાં હમાસને કોઈ સ્થાન નથી. તેની ઉપર પેલેસ્ટાઇની સરકારનું જ પ્રભુત્વ રહેશે.
આ ન્યૂયોર્ક ડેકલેરેશનમાં પૂર્વેના સ્વતંત્ર પેલેસ્ટાઇની રાષ્ટ્રની રૂપરેખા દર્શાવવામાં આવી છે. તે સમયે તે સ્વતંત્ર રાષ્ટ્રનું પાટનગર જેરૂસલેમ હતું.અબ્બાસે કહ્યું આવું સ્વતંત્ર પેલેસ્ટાઇની રાષ્ટ્ર ઈઝરાયલ સાથે શાંતિપૂર્વક અને સહકારથી રહેશે.આ સાથે અબ્બાસે તત્કાળ યુદ્ધવિરામ માટે અનુરોધ કર્યો હતો. તેમજ જરા પણ અવરોધ વિના ગાઝાપટ્ટીમાં અને વેસ્ટ બેન્કમાં માનવીય સહાય પહોંચે તેવી વ્યવસ્થા કરવા સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને અનુરોધ કર્યો હતો.