અમદાવાદ, : ધો.૧૨ સાયન્સ પછીના યુજી મેડિકલ એટલે કે એમબીબીએસ કોર્સમાં યોગની ટ્રેનિંગ દાખલ કરવામા આવી છે.આ વર્ષથી મેડિકલનો કોર્સ બદલાયો છે ત્યારે ફાઉન્ડેશન કરિક્યુલમમાં દસ દિવસની ફરજીયાત ટ્રેનિંગ દાખલ કરવામા આવી છે.નેશનલ મેડિકલ કમિશન દ્વારા કરાયેલી જાહેરાત મુજબ એમબીબીએસના ફાઉન્ડેશન કોર્સમાં યોગ ટ્રેનિંગને દાખલ કરવામા આવી છે.એનએમસીના પરિપત્ર મુજબ ચાલુ વર્ષથી દેશની તમામ મેડિકલ કોલેજોમાં એક સમાન પણે એક જ પ્રોટોકોલથી યોગની ટ્રેનિંગ એમબીબીએસના વિદ્યાર્થીઓને અપાશે.
એમબીબીએસમાં પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન અભ્યાસક્રમ શીખવાય છે.આ ફાઉન્ડેશન કરિક્યુલમમાં ૧૦ દિવસની ફરજીયાત યોગ ટ્રેનિંગ દાખલ કરવામા આવી છે.આ વર્ષે એમબીબીએસનો નવો કોર્સ દાખલ કરવામા આવ્યો છે ત્યારે ફાઉન્ડેશનમાં યોગની ટ્રેનિંગનો સમાવેશ કરવામા આવ્યો છે.નેશનલ મેડિકલ કમિશનના સરક્યુલર મુજબ દર વર્ષે ૧૨ જુનથી ૨૧ જુન એટલે વિશ્વ યોગા દિવસ સુધી દસ દિવસ માટે રોજના એક એક કલાક એમબીબીએસના વિદ્યાર્થીઓ યોગાભ્યાસ કરશે.
ેશની તમામ મેડિકલ કોલેજોમાં એક સમાન પણે એક જ પ્રોટોકોલથી યોગની ટ્રેનિંગ આપી શકાય તે માટે કેન્દ્રિય આયુષ મંત્રાલય દ્વારા એક કોમન પ્રોટોકોલ માટેની બુકલેટ પણ તૈયાર કરવામા આવી છે.જેના આધારે વિદ્યાર્થીઓને યોગની ટ્રેનિંગ કરાવાશે.શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ના વિદ્યાર્થીઓની એકેડેમિક ટર્મ ફેબુ્રઆરી-માર્ચથી શરૃ કરવામા આવી છે ત્યારે આ વર્ષે પ્રથમવાર એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે એક એક કલાકની યોગ ટ્રેનિંગ લેશે.મેડિકલ કમિશન દ્વારા તમામ રાજ્ય સરકારો, યુનિવર્સિટીઓ અને મેડિકલ કોલેજોને આ યોગ ટ્રેનિંગનો અમલ કરવા આેશ કરવામા આવ્યો છે.મેડિકલની જેમ આમ તો ડેન્ટલ,આયુર્વે,હોમિયોપેથી અલગ અલગ કોર્સીસ અને અલગ અલગ બ્રાંચ છે પરંતુ મેડિકલના વિદ્યાર્થીઓ હવે આયુર્વેના વિદ્યાર્થીઓનો પણ થોડો અભ્યાસ કરશે.

