By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: MPમાં ધર્મનું રાજકારણ: ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ના જવાબમાં કોંગ્રેસનું ‘હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ’ કેમ્પેઈન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > MPમાં ધર્મનું રાજકારણ: ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ના જવાબમાં કોંગ્રેસનું ‘હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ’ કેમ્પેઈન
GeneralNationalPolitics

MPમાં ધર્મનું રાજકારણ: ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ના જવાબમાં કોંગ્રેસનું ‘હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ’ કેમ્પેઈન

HM News
Last updated: 15/07/2020 7:07 AM
HM News
5 years ago
Share
SHARE

ઈંદોર, તા. 15 જુલાઈ 2020, બુધવાર

મધ્ય પ્રદેશના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા સાંવેર વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધાર્મિક રાજકારણ આરંભાયું છે.ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ અભિયાનના જવાબમાં કોંગ્રેસે હવે ‘હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ’ અભિયાન શરૂ કર્યું છે.તેના અંતર્ગત કોંગ્રેસી નેતા પ્રેમચંદ ગુડ્ડુ ઘરે-ઘરે શિવલિંગની સ્થાપના કરાવશે જેથી કોંગ્રેસના પક્ષમાં વાતાવરણ બને અને ધર્મના માધ્યમથી ભાજપને જવાબ પણ આપી શકાય. આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.

સાંવેર ખાતેની પેટાચૂંટણીમાં હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધર્મ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે.ભાજપે ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ અભિયાન ચલાવીને તુલસીના છોડ વહેંચ્યા તો કોંગ્રેસ પણ હવે શ્રાવણ મહીનામાં શિવલિંગ વહેંચવા જઈ રહી છે.કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લાના કહેવા પ્રમાણે શ્રાવણ મહીનો ચાલી રહ્યો છે અને લોકડાઉનના કારણે મંદિરો બંધ હોવાથી લોકો મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના નથી કરી શકતા.

આ કારણે લોકો ઘરમાં જ શિવલિંગની સ્થાપના કરીને અભિષેક કરી શકે તે માટે ઘર ઘર મહાદેવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત 51,000 શિવલિંગ તૈયાર કરવામાં આવ્યા છે.આ અભિયાન માટે કોંગ્રેસી કાર્યકરો દરેક ગામમાં લોકોની નોંધણીનું કામ કરી રહ્યા છે જેથી વિધિવિધાન પૂર્વક ઘરોમાં શિવલિંગની સ્થાપના કરાવી શકાય.આ સાથે જ પૂજન માટેની સામગ્રી પણ આપવામાં આવશે.

કોંગ્રેસ પાસે માંગ્યો 15 મહીનાનો હિસાબ

ભાજપે કોંગ્રેસના આ અભિયાનને એક દેખાડા સમાન ગણાવ્યું છે.ભાજપના સાંવેર ખાતેથી ધારાસભ્ય રહી ચુકેલા જિલ્લાધ્યક્ષ રાજેશ સોનકરના કહેવા પ્રમાણે ભાજપના કાર્યકરો તો 365 દિવસ જનતા વચ્ચે રહીને કામ કરે છે પરંતુ હવે ચૂંટણી આવી ગઈ છે તો કોંગ્રેસને જનતા વચ્ચે જવા કોઈને કોઈ માધ્યમ જોઈએ છીએ.આ માટે જ ધર્મ અને ભગવાનનો સહારો લઈને તેઓ જનતા વચ્ચે જવા પ્રયત્ન કરી રહ્યા છે.પરંતુ સાંવેરની જનતા બધું જ સમજે છે.કોંગ્રેસે ફક્ત મત મેળવવા માટે ભગવાનનો સહારો ન લેવો જોઈએ.જનતા તો તેમની રાહ જ જોઈ રહી છે કે ક્યારે આ લોકો આવે અને તેઓ તેમના પાસેથી 15 મહીનાનો હિસાબ માંગે.

CAA વિરોધી દેખાવોમાં પણ સંડોવાયેલી PFIને રૂ. 100 કરોડનું ભંડોળ મળ્યું : ED
મલેશિયા-ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 6.8 અને 6.4ની તીવ્રતા
વેક્સિનેશન પ્રોગ્રામની સફળતા સાથે દેશની ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિની ઝડપી વૃધ્ધિએ ભારતીય શેરબજારની ફરી ઐતિહાસિક સપાટી તરફી આગેકૂચ…!!!
મહારાષ્ટ્ર સોલાપુરમાં નમાજ પઢવા માટે ભેગા થયેલા 70થી વધારે લોકોની પોલીસે ધરપકડ કરી
કોરોનાના નવા સ્ટ્રેઈનના કેસો વધવા લાગતાં લોકડાઉનની પરિસ્થિતિ લાંબો સમય ચાલવાની અટકળો વચ્ચે ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ…!!
Share This Article
Facebook Email Print
Previous Article ભારતમાં તૈયાર થયેલી કોરોના વાયરસની બે રસીઓનું માનવ પરીક્ષણ શરૂઃ ICMR
Next Article કામિકા એકાદશી: અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up