By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કામિકા એકાદશી: અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કામિકા એકાદશી: અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે
GeneralReligious

કામિકા એકાદશી: અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે

HM News
Last updated: 15/07/2020 7:13 AM
HM News
6 years ago
Share
SHARE

અષાઢ માસ ના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ કામિકા એકાદશી છે.આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે.કામિકા એકાદશી વ્રતમાં શંખ,ચક્ર,ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે.જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે,તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે.જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સૌ કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે.જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે.એવુ કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુર્નજન્મ થતા તે વ્યક્તિ અપાર ધન અને જમીનનુ સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે.

કથા મુજબ વાત આવે છે કે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે.ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે.આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.શ્રીમદ્દ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યુ છે કે જે ફળ વાજપેય યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસનુ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે.

અષાઢ મહિનાની વદની આ અગિયારને કામિકા એકાદશી કહે છે.ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા,ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે. કામિકા અગિયારસના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી.તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત નથી થતો. પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ.ભગવાન શ્રીકૃષ્‍ણના પૂજનથી જે ફળ મળે છે. એ ઘણું દુર્લભ પૂણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્‍વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બન્‍નેને સમાન ફળ મળે છે.માટે પાપભીરુ મનુષ્‍યે યથાશકિત,પૂરો પ્રયત્‍ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઇએ.જે પાપરુપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉધ્‍ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્‍યાત્‍મવિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે.એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે.કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્‍ય રાત્રે જાગરણ કરીને કયારેય ભયંકર યમદુતના દર્શન નથી કરતો અને કયારેય દુર્ગતિમાં પણ નથી પડતો.જે મનુષ્ય એકાદશી ના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે,તેમના પિતૃ સ્વર્ગ લોક માં સુધા નું પાન કરે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article MPમાં ધર્મનું રાજકારણ: ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ના જવાબમાં કોંગ્રેસનું ‘હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ’ કેમ્પેઈન
Next Article ‘ઉર્દુ’ શિખવા આવતી સગીરા પર મૌલાનાએ વારંવાર કર્યું દુષ્કર્મ : ફિટકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up