PSIની પ્રિલિમીનરી પરીક્ષામાંં ૪૩૧૧ ઉમેદવારો ઉર્તીણ થયા

HM News
1 Min Read

અમદાવાદ : પીએસઆઇ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી પીએસઆઇની પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ બુધવારે જાહેર કરાયુ હતું.જેમાં ૮૮,૮૮૦ ઉમેદવારૌ પૈકી ૪૩૧૧ ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા.જેમાં ૧૩૧૩ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.હવે ફાઇનલ પરીક્ષા મે મહિનાના છેલ્લા કે જુનના પ્રથમ સપ્તાહમાં યોજાશે.૧૩૧૩ મહિલાઓ પરીક્ષામાં સફળ : મે માસના છેલ્લાં કે જુનના પહેલા સપ્તાહમાં ફાઇલન પરીક્ષા યોજાશે.પીએસઆઇ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ હતું.જેમાં ૯૬,૨૯૬ ઉમેદવારો પૈકી ૮૮,૮૮૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.જેમાંથી ૪૩૧૧ ઉમેદવારો પરીક્ષામાં સફળ રહ્યા હતા.જેમાં ૧૩૧૩ મહિલા ઉમેદવારો, ૫૯ માજી સૈનિકોનો સમાવેશ થાય છે. પીએસઆઇ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જણાવ્યું હતું કે રમત-ગમતના પ્રમાણપત્ર ધરાવનાર અને વિધવા ઉમેદવારના પાંચ ટકા ગુણ ઉમેરવામાં આવશે.આ માટે તેમને પ્રમાણપત્ર આપવાનું રહેશે.આ પરીક્ષામાં ૧૮૭ ઉમેદવારોએ રીચેકિંગની અરજી આપી હતી.ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસમાં પીએસઆઇની ખાલી ૧૩૮૨ જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ખાસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *