-યુનિટ ધરાવતા રાજ્યોમાં કુલ 300 આઇસોલેશન બેડ અને 600 કોરન્ટાઇન સુવિધા, મોટા પ્રમાણમાં અન્નદાન
– પીએમ કેર ફંડમાં 30 કરોડ રુપિયાનું દાન, કર્મીઓનો એક દિવસનો પગાર દાન પેટે
નવી દિલ્હી,
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL)એ કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં સહયોગ અર્થે રાર રાજ્યો ઝારખંડ,ઓડિશા,છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રાહત ફંડમાં એક-એક કરોડ રુપિયાનું યોગદાન આપ્યુ છે.
SAILના ડાયરેક્ટર અનિલ કુમાર ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે,SAILએ આ દેશવ્યાપી સંકટમાં સહયોગ આપવા માટે પહેલ કરતા આ ચાર રાજ્યોના મુખ્યમંત્રી રાહત ફંડમાં એક-એક કરોડ રુપિયા દાન કરવાનો નિર્ણય લીધો છે.આ ચારેય રાજ્યોમાં SAILના યુનિટ કાર્યરત છે,આ પહેલા પણ SAIL પીએમ કેર ફંડમાં 30 કરોડ રુપિયા ઉપરાંત તેના કર્મચારીઓનો એક દિવસનો પગાર જે આશરે 9 કરોડ રુપિયા છે, દાન કરી ચૂક્યુ છું.આ સિવાય કંપની દેશવ્યાપી તેના યુનિટના હોસ્પિટલ્સ અને આસપાસના વિસ્તારો રહેતા લોકો માટે ચિકિત્સા અને સ્વાસ્થ સેવા પૂરી પાડવાના હેતુસર 300 આઇસોલેશન બેડ અને 600 કોરન્ટાઇન સુવિધા સ્થાપિત કરી ચૂકી છે.આ સિવાય કંપની હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં સ્થિત તેના યુનિટ્સ અને વિસ્તારોમાં મોટા પ્રમાણમાં અન્નદાન કરી ચૂકી છે.