તમે હત્યા ઈરાદા પૂર્વક નથી કરી પણ માર તો ક્રૂરતાપૂર્વક જ માર્યો હતો: કોર્ટ
એજન્સી, નવી દિલ્હી
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાની કસ્ટડીમાં ડેથના મામલામાં તીસ હજારી કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષિત જાહેર કર્યા છે. 11માંથી ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કુલદીપ સેંગર સહિતના સાત આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. દોષિતોની સજા પર 12 માર્ચના રોજ વધુ સુનાવણી થશે.
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, હત્યા કરવાનો ઈરાદો નહતો પરંતુ પીડિતાના પિતાને ખૂબ જ ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હતો કે તેમનું મોત નિપજ્યું. આ ટ્રાયલ પડકારજનક હતી. કુલદીપ સિંહ સેંગરે પોતાની જાતને બચાવવા માટે ટેક્નિકની પૂર્ણ મદદ લીધી હતી પરંતુ સીબીઆઈએ પડકારજનક પરિસ્થિતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
શરમજનક વાત તો એ છે કે જે સાત આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે તેમાં સેંગર ઉપરાંત ઉત્તર પ્રદેશ પોલીસના બે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે જેમાંથી એક એસએચઓ અને એક સબ ઈન્સ્પેક્ટર છે.
કોર્ટે જે સાત આરોપીઓને દોષિત જાહેર કર્યા છે તેમના નામ નીચે પ્રમાણે છે:
– કુલદીપ સિંહ સેંગર
– કામતા પ્રસાદ – સબ ઈન્સ્પેક્ટર
– અશોક સિંહ ભદોરિયા – એસએચઓ
– વિનીત મિશ્રા ઉર્ફે વિનય મિશ્રા
– વીરેન્દ્ર સિંહ ઉર્ફે બઉવા સિંહ
– શશિ પ્રતાપ સિંહ ઉર્ફે સુમન સિંહ
– જયદિપ સિંહ ઉર્ફે અતુલ સિંહ
કોર્ટે જે ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે તેમના નામ નીચે પ્રમાણે છે:
– શરદવીર સિંહ
– શૈલેન્દ્ર સિંહ ઉર્ફે ટિંકૂ સિંહ
– રામ શરણ સિંહ ઉર્ફે સોનૂ સિંહ
– અમીર ખાન -કોન્સ્ટેબલ