। ગાંધીનગર ।
કોરોના વાયરસને લઈને ૩૧ માર્ચ સુધી લોકડાઉન જાહેરકરી દેવામાં આવતાં તમામ કામધંધા બંધ થઈ જતાં કેટલાક સ્વાર્થી અને નિષ્ઠુર બિલ્ડરો દ્વારા પોતાને ત્યાં કામ કરતાં શ્રમિકોનેકાઢી મુકતાં આ શ્રમિકો રઝળી પડયા હતા. ખિસ્સામાં પૈસા વગર આ શ્રમિકોનું ટોળું પગપાળા રાજસ્થાન પોતાને વતન જવામાટેમજબુરબન્યું હતું. જિલ્લાવહીવટી તંત્રને આ અંગેની ખબર પડતાં તુરત જ દોડી ગયું હતું અનેચિલોડા ખાતે તમામને અટકાવી દેવામાં આવ્યા હતા, ઉપરાંત જિલ્લા તંત્ર દ્વારા તમામને જમવા તથા પીવામાટેપાણીની વ્યવસ્થા ઉભીકરી આપી હતી. સરકાર સુધી આ વારદાત પહોંચી છે. અનેશ્રમિકોને આવીમહામારીનાસમયેનિઃસહાય હાલતમાં હાંકીકાઢનાર બિલ્ડોરને શોધી કાઢવામાટે ફરમાન કર્યું છે.
ગુડા અને ઔડા વિસ્તારમાં અનેકજગ્યાએ બાંધકામની સાઈટોચાલીરહી છે. જ્યાં રાજસ્થાનનાશ્રમિકોકામકરી રહ્યા છે. પરંતુ અત્યારે આ તમામ સાઈટ પર લોકડાઉનના કારણેકામકાજ બંધ હોવાથીશ્રમિકોરજળી પડયા છે. કેટલાક બિલ્ડરોએકામકાજ બંધ હોવાથીશ્રમિકોને પોતાને વતન જવામાટેકહી દેતાં આ શ્રમિકોની હાલત કફોડી બનીજવાપામી છે. આજેપુરુષ-મહિલા અનેબાળકોમળીને ૬૦થી પણ વધુ લોકોમજબુરીનાકારણેપગપાળા પોતાના વતન જવા નીકળી પડયા હતા. લોકડાઉનના કારણે એસટી બસ સર્વિસ બંધ છે.
ખાનગી વાહનો પણ બંધ છે. રાજસ્થાન સરકારે ગુજરાત તરફની તમામ બોર્ડર સીલ કરી દીધી છે. તેવી સ્થિતીમાં આ શ્રમિકોના ટોળાંએેરાજસ્થાનની વાટ પકડવા મજબુર બન્યા હતા. તંત્રને પણ આ શ્રમિકનો સમજાવવામાં પગેપાણી ઉતરી ગયા હતા. છેક ઝુંડાલ, અમદાવાદ દુર દુરથીશ્રમિકોના ટોળા પગપાળા નીકળી પડયા હતા.