કોરોનાને લઈ લોકો ફંડ આપી રહ્યા છે. તેમજ જીતુ વાઘાણીએ પણ જાહેરાત કરી કે, ભાજપનાં બધા ધારાસભ્યોએ એક એક પગાર આપવાની પણ જાહેરાત કરી છે. એ સિવાય ગુજરાત સરકાર પણ લોકો માટે આગળ આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગરીબ લોકોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા એપ્રિલમાં 60 લાખ પરિવારને મફતમાં અનાજ અપાશે.વિજય રૂપાણીએ જાહેરાત કરતાં કહ્યું કે, રાશનકાર્ડ ધરાવતા લોકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે. રાશનકાર્ડ ધારકને 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા આપવામાં આવશે. તેમજ પરીવાર દીઠ એક કિલો દાળ પણ આપવામાં આવશે.
વિજય રૂપાણીનું કહેવું છે કે, ગુજરાતના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. લોકોને 21 દિવસ ઘરમાં રહેવા માટે પણ વિજય રૂપાણીએ કહ્યું છે. ગુજરાત સહીત સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા પણ આવશ્યક ચીજ વસ્તુઓને વહેંચાણ માટે છૂટ આપવામાં આવી છે.


