ગુવાહટી હાઈકોર્ટે મંગળવારે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, વિશેષ વિવાહ અધિનિયમ, 1954 એક મુસ્લિમ પુરૂષને હિન્દુ મહિલા સાથે બીજા લગ્નની મંજૂરી આપતો નથી. આવા સમયે આ લગ્ન માન્ય ગણાય નહીં.
આ મામલે શહાબુદ્દીન અહમદે દીપમણી કલિતા સાથે બીજા લગ્ન કર્યા હતા.જૂલાઈ 2017માં પતિના મોત બાદ પેન્શન અને અન્ય લાભ માટે મહિલાએ દાવાને અધિકારીઓએ ફગાવી દીધો હતો.ત્યાર બાદ 2019માં તેણે અનુચ્છેદ 226 અંતર્ગત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. દીપમણી 12 વર્ષિય બાળકની માતા છે.દુર્ઘટનામાં મોત સમયે શહાબુદ્દીન અહમદ કામરૂપ જિલ્લાના કાર્યાલયમાં નોકરી કરી રહ્યો હતો.
જસ્ટિસ કલ્યાણ રાય સુરાનાએ પોતાના ચુકાદામાં જણાવ્યુ હતું કે, તેના પર કોઈ વિવાદ નથી કે, શહાબુદ્દીન અહમદે જે સમયે દીપમણીની સાથે બીજા લગ્ન કર્યા હતા,તે સમયે તેની પ્રથમ પત્ની જીવીત હતી.તેના કોઈ દસ્તાવેજ નથી કે પ્રથમ પત્ની સાથે તેમના કોઈ સંબંધ તૂટી ગયા છે.સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો આપતા જજે કહ્યુ કે, ઈસ્લામી કાયદાથી એ સ્પષ્ટ થાય છે કે, એક મુસ્લિમ પુરૂષના મૂર્તિપૂજક મહિલા સાથે લગ્ન ન તો માન્ય છે અને ન તો તે શૂન્ય છે.આ ફક્ત અનિયમિત વિવાહ છે.
હાઈકોર્ટે કહ્યુ કે, વિશેષ વિવાહ અધિનિયમ અંતર્ગત કોઈ મુસ્લિમ શખ્સ દ્વારા એક હિન્દુ મહિલા સાથે અનુબંધિત બીજા લગ્નનો બચાવ નથી કરતો.અંતત આવા લગ્ન અમાન્ય રહેશે. કોર્ટે કહ્યુ કે, વિશેષ વિવાહ અધિનિયમની કલમ ચાર અનુસાર વિશેષ વિવાહ અનુષ્ઠાપનથી સંબંધિત શરતોમાંની એક છે કે, કોઈ પણ પક્ષના જીવનસાથી જીવીત ન હોવો જોઈએ.આ મામલ અરજી કર્તા મહિલા એક મુસ્લિમ પુરુષની બીજી પત્ની છે.તેણે પોતાના પતિના મૃત્યુ પર પેન્શન અને અન્ય પેન્શન લાભ ન મળવાથી વ્યથિત થઈને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.


