– કૃષિ ઇન્ફ્રામાં ૧.૬૭ લાખ કરોડની જરૂર પડશેઃ ઉર્જા ક્ષેત્રે ૨૪ ટકા માર્ગ નિર્માણમાં ૧૮ ટકા, શહેરોમાં ૧૭ ટકા, રેલ્વેમાં ૧૨ ટકાના રોકાણની જરૂર પડશે
નવી દિલ્હી,તા.૧: ભારતીય અર્થવ્યવસ્થાને ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રીલીયન ડોલરે પહોંચાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં વધારો સૌથી મહત્વનો બનશે. નાણાં મંત્રાલય તરફથી રચાયેલ ટાસ્ક ફોર્સ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ સેકટરમાં ૧૧૧ લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે.રિપોર્ટ અનુસાર, આ રોકાણ મેક ઇન ઇન્ડીયા કાર્યક્રમ માટે પણ ક્રાંતિકારી સાબિત થશે ટાસ્ટ ફોર્સનો રિપોર્ટ કહે છે કે આ ૧૧૧ લાખ કરોડમાંથી ૪૪ લાખ કરોડના પ્રોજેકટો ચાલુ છે.જ્યારે ૩૩ લાખ કરોડના પ્રોજેકટ સૈધ્ધાંતિક તબક્કે છે.આ ઉપરાંત ૨૨ લાખ કરોડના પ્રોજેકટની તૈયારીઓ ચાલી રહી છે.પણ ૧૧ લાખ કરોડના પ્રોજેકટને બનાવવાની જરૂરિયાત રહેશે.સૌથી વધુ રોકાણ ઉર્જા ક્ષેત્રમાં ૨૪ ટકા, રોડમાં ૧૮ ટકા,શહેરી વિસ્તારમાં ૧૭ ટકા અને રેલ્વેમાં ૧૨ ટકાની જરૂર પડશે.ટાસ્ક ફોર્સ કહ્યું કે ૨૦૨૫ સુધીમાં ખેતી ઇન્ફ્રાના ક્ષેત્રમાં ૧.૬૭ લાખ કરોડના રોકાણની જરૂર પડશે.તેનાથી દર વર્ષ ઉત્પાદન પછી થતાં ૪૪ હજાર કરોડના નુકસાનને રોકી શકાશે.તેના હેઠળ ગ્રામ્ય હાટ અને કૃષિ ઉપજ ખરીદવા માટે બજાર બનાવવા પર ભાર મુકાયો છે. સરકારે એમએસઅમેઇ ક્ષેત્રની નિકાસ વધારવા માટે ૧૦૦ નિકાસ સુવિધા પરિષદ બનાવવાની યોજના તૈયાર કરી છે.એમએસએમઇ સચિવ અરૂણ કુમાર પાંડાએ કહ્યું કે નીતિ આયોગ અને રાજ્યો સાથે વાતચીત ચાલી રહી છે.


