– મોટાભાગના એકાઉન્ટમાં રકમ મોકલાઈ છે,અમુકમાં જ જમા થઈ છે: સાદનો ફરી કોરોના રિપોર્ટ થશે
મૌલાના સાદ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચના રડાર પર ૧૨૫ એવા શંકાસ્પદ એકાઉન્ટ છે જેમાં જમાત હેડકવાર્ટરના એકાઉન્ટ સહિત સાદના નજીકના નેટવર્કના ૧૧ એકાઉન્ટથી લેવડ-દેવડ થઈ છે. અત્યાર સુધીની તપાસમાં જમાત હેડકવાર્ટરના એકાઉન્ટ,મૌલાના સાદ,તેના પુત્રો,પદાધિકારીઓ અને નજીકના લોકોના ૧૧ બેન્ક એકાઉન્ટથી થયેલી લેવડ-દેવડની તપાસ ચાલી રહી છે.આ દરમિયાન એકાઉન્ટથી અંદાજે ૧૨૫ એકાઉન્ટમાં લેવડ-દેવડ થઈ હોવાની વાત સામે આવી છે.તપાસ દરમિયાન એવું પણ ધ્યાન આવ્યું છે કે એ બેન્ક એકાઉન્ટ જેનાથી જાન્યુઆરીથી માર્ચ મહિના વચ્ચે રકમ મોકલવામાં આવી છે અને અમુક એકાઉન્ટમાં રકમ આવી પણ છે.આ અંગેની તપાસ કરવામાં આવી રહી છે કે રકમ કયા હેતુથી મોકલવામાં આવી છે.
દરમિયાન મૌલાના સાદનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.મૌલાના સાદના વકીલ ફુજેલ અયુબીએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચના કહેવા પર મૌલાના બીજો ટેસ્ટ કરાવવા તૈયાર છે.મૌલાના તરફથી સવાલોના ગોળ ગોળ જવાબો આપવાને કારણે ક્રાઈમ બ્રાન્ચ પાંચમી નોટિસ આપવાની તૈયારીમાં છે. ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે યાં સુધી અમારા સવાલોના જવાબ નહીં મળી જાય ત્યાં સુધી અમે નોટિસ મોકલતાં રહેશું.