મુંબઈ,
ઈન્ડિયન ઓઈલ માટે પણ ડિજિટલ ટેક્નોલોજી એક મહત્વનું આધારબિંદુ બની રહી છે જેના આધારે આવશ્યક ઈંધણનો પૂરવઠો ઉપલબ્ધ બનાવવાની સમગ્ર સંસ્થાની કામગીરી ન્યૂનતમ અવરોધ સાથે અસ્ખલિત રીતે ચાલી રહી છે.પોતાના 13.11 કરોડ એલપીજી ગ્રાહકો માટે ઈન્ડિયન ઓઈલે ઘરે બેઠાં રિફિલ બૂકિંગ માટે કેટલીક સરળ પદ્ધતિઓ અમલમાં મૂકી છે જેમાં એસએમએસ-આઈવીઆરએસ, વોટ્સએપ, ડિજિટલ પેમેન્ટ મોબાઈલ એપ્સના માધ્યમથી વેબસાઈટ્સ તથા ઓનલાઈન રીફિલ બુકિંગનો સમાવેશ થાય છે આ રીતે દરરોજ આશરે 25 લાખથી વધુ ગ્રાહકો પોતાના ઘરે બેઠાં બેઠાં રીફિલ બુકિંગ કરાવી ઘરઆંગણે એલપીજીની ડિલિવરીનો લાભ મેળવી રહ્યાં છે.


