– સરકાર નાના વેપારીઓ માટે આર્થિક પેકેજ જાહેર કરે
નવી દિલ્હી, તા.૬: કોરોના લોકડાઉનના પગલે ભારતમાં નાના વેપારીઓને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ છે. ગુજરાતના જનરલ સેક્રેટરી પરેશ પરીખે જણાવ્યું છે કે ગત ૨૪મી માર્ચથી ૩૦મી એપ્રિલ સુધીમાં જ દેશમાં નાના વેપારીઓના રૂ.૫.૫૦ લાખ કરોડનો વેપાર લોસ થયો હતો.એક સરવે મુજબ લોકડાઉન બાદ ૨૦ ટકા વેપારીઓ તેમના વેપાર કાયમ માટે બંધ કરી દેશે અને તેમની ઉપર નભતા ૧૦ ટકા બીજા અત્યંત નાના વેપારીઓ વેપાર ધંધા બંધ કરી દેશે.
આ સ્થિતિમાં સરકારે તાત્કાલિક વેપારીઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવું જોઇએ.દરેક વેપારીઓ માટે રૂ.૧૫ લાખનું વગર વ્યાજનું પેકેજ જાહેર કરવું જોઇએ.વધુમાં તેમણે જણાવ્યું છેકે,અમેરિકામાં પણ સરકારે સામાન્ય નાગરિકોને જંગી રોકડ મદદ કરી હોવા છતાં ૨૫ ટકાથી ૩૦ ટકા ડિપાર્ટમેન્ટલ સ્ટોર બંધ થઇ ગયા છે.ભારતમાં રિટેઇલ કિરાણા સ્ટોરની હાલત આવી ન થાય તે માટે સરકારે િઆથિક પેકેજ જાહેર કરવું જરૂરી છે.સરકારે વેપારીઓને પણ એમએસએમઇનો દરજ્જો આપવો જોઇએ.લોકડાઉન પુરૂ થયા બાદ મધ્યમ અને નાના વેપારીઓની હાલત કફોડી બની રહેશે.સપ્લાયર જુના પેમેન્ટ માગશે.
બીજી તરફ આગળથી વેપારીઓને ઉઘરાણી આવશે નહિ.૨ મહિનાથી સ્ટોક પડી રહ્યો હશે.આમ બજારમાં તીવ્ર નાણાંભીડ સર્જાશે.વડોદરામાં જ ૩૦ હજાર ઉપરાંત નાના અને મધ્યમસ્તરના વેપારીઓ છે.આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયના અન્ય ક્ષેત્રના વેપારીઓ વડોદરા હાલ રેડ ઝોનમાં હોવાથી કોઇ જ જાતની આર્થિક પ્રવૃત્તિ કરી શકતા નથી.લોકડાઉન ખુલે બાદ પ્રારંભિક સમયમાં તેમને િઆથિક ટેકો જરૂરી મનાય છે.જે વેપારીઓએ લોન લીધી છે તેમને બેંકો દ્વારા વધુ ૧૦ ટકા લોન આપશે તેમ સરકારે જાહેર કર્યું છે.જોકે કેટલીક ખાનગી બેંકોએ તો ૧૦ ટકા રકમ આપીને ગત માર્ચ અને એપ્રિલ માસના વ્યાજ અને હપ્તા કાપી લીધા છે.આર્થિક સ્થિતિમાં કોઇ ફેર પડયો નથી
વેપારીઓની માંગણીઓ કઇ છે?
૨૦૨૦-૨૧ના રાજયના તમામ વેરાઓમાંથી મુકિત આપો.લોન તથા કેશ ક્રેડિટના વ્યાજમાંથી મુકિત આપો.કારીગરોને ૫૦ ટકા પગાર સરકાર અને ૨૫ ટકા પગાર વેપારીઓ આપે.વેપારીઓ માટે રૂ.૧૫ લાખનું વગર વ્યાજનું પેકેજ આપો.પીએસયુ દ્વારા તાત્કાલિક વેપારીઓને પેમેન્ટ કરાય.રૂ.૫ કરોડ સુધીના ટર્નઓવરવાળા વેપારીઓને ૨ વર્ષ સુધી ખોટી હેરાનગતિ ન કરાય.ઇન્કમટેકસ – જીએસટીમાં વ્યાજ પેનલ્ટીમાંથી માફી આપો સમાધાન યોજના ૧૫મી સપ્ટેમ્બર સુધી લંબાવો.


