વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસ લીક થતા આઠ લોકોના મોત થયા, તો પાંચ હજાર લોકો બીમાર પડ્યા.જ્યારે કે, ગેસ લીક થવાના કારણે પાંચ ગામને ખાલી કરાવવામાં આવ્યા. ઘટનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખી સીએમ જગન મોહન રેડ્ડી ઘટના સ્થળે જવા રવાના થયા.આ ગેસ એલજી પોલીમર ઈન્ડસ્ટ્રીઝમાંથી ફેલાયો હતો.આ કંપની આરઆર વેંકટપુરમમાં આવેલી છે.ગેસ લીક થતાની સાથે ગામમાંથી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા,ગેસ લીક થવાના કારણે ત્રણ કિલોમીટર સુધી તેની અસર વર્તાઈ હતી.અને આશરે સંખ્યાબંધ લોકો રસ્તા પર પડેલા જોવા મળ્યા.કેટલાક લોકોને ઉલ્ટી અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.વિશાખાપટ્ટનમમાં ગેસ લીકની દુર્ઘટના અંગે પીએમ મોદીએ નેશનલ ડિઝાસ્ટર મનેજમેન્ટ ઓથોરિટી અને ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક બોલાવી.પીએમ મોદીએ ટ્વિટ કરીને ગેસ લીકની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે,ગેસ લીકની ઘટના પર સરકાર નજર રાખી રહી છે.
GVMC આયુક્ત શ્રીજનાએ જણાવ્યું કે,પ્રાથમિક રિપોર્ટ મુજબ પોલી વિનાઇલ ક્લોરાઇડ ગેસ(કે સ્ટાયરીન હોઈ શકે છે) એલજી પોલિમર, વિશાખાપટ્ટનમમાં ગોપાલપટ્ટનમની પાસે વેપગુંટાથી આજે લગભગ 2:30 વાગ્યે લીક થયો. ગેસ લીકેજના કારણે હજારો લોકો આ કમ્પાઉન્ડમાં ફસાઈ ગયા અથવા તો બેભાન થઈ ગયા કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ.ઘટનાસ્થળે પોલીસ,ફાયર બ્રિગેડ અને એમ્લ્યૂલન્સ પહોંચી.મળતી માહિતી મુજબ ઓછામાં ઓછા 5,000 લોકો બીમાર થઈ ગયા અને 8 લોકોનાં મોત થઈ ગયા.ઝેરી ગેસના કારણે કેટલાક લોકો બેભાન થયા હતા.જેથી તેઓ સડક પર તો કેટલાક લોકો નાળામાં પડ્યા હતા.ગેસ લીક થવાના કારણે ૨૦ જેટલા લોકોની હાલત ગંભીર છે.જ્યારે મોટી સંખ્યામાં લોકોની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.તો બે હજાર બેડ ધરાવતી હોસ્પિટલમાં લોકોને ખસેડવાની તૈયારી કરવામાં આવી છે.મળતી માહિતી પ્રમાણે બે હજાર મેટ્રિક ટન કેમિકલ ભરેલી ટાંકીમાંથી ગેસ લીક થયો.ગેસ લીક થયો ત્યારે બે હજાર લોકો પ્લાન્ટમાં હાજર હતા. ઘટના અંગેની જાણ થતા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કર્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર પ્રતિક્રયા આપતાં કહ્યું કે,વિશાખાપટ્ટનમના સંબંધમાં એમએચએ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત કરી છે તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમમાં તમામની સુરક્ષા એન કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.

