-એચડીએફસીના પ્રમુખ દીપક પારેખે કહ્યું- લોકોને જીવન જીવવા માટે નાણાંની જરૂર છે
નવી દિલ્હી,
દેશમાં 40 દિવસથી લોકડાઉન લાગુ છે. આ વચ્ચે લાખો લોકો શહેરોથી ગામડાઓ તરફ પલાયન કરી રહ્યા છે.આવી સ્થિતિમાં હવે ભારતના દિગ્ગજ કંપનીઓના માલિકોએ સલાહ આપી છે કે લોકાડાઉનમાં છૂટ આપી દેવી જોઈએ.એચડીએફસની પ્રમુખ દીપક પારેખથી લઈને મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવ સુધી બધાએ જણાવ્યું છે કે,કોરોનાને લઈને પેનિકની સ્થિતિથી બચવું પડશે અને પોલિસીમેકર્સે એક વાત સમજવી પડશે કે દેશને ઈન્ફેક્શનની વચ્ચે રહેવાનું અને કામ કરવાનું શીખવું પડશે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોનાને લઈને ગઠિત કેલકર સમિતિના સભ્ય અને એચડીએફસીના પ્રમુખ દીપક પારેખે જણાવ્યું છે કે,વાયરસ ત્યાં સુધી ખતમ નહીં થયા જ્યાં સુધી આની દવા મળતી નથી.મજૂરોને જીવન જીવવા માટે નાણાંની જરૂર છે.ભારત સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવીને કામ પર પરત ફરી જાય.ભારતમાં મૃત્યુઆંક અન્ય દેશોની તુલનામાં ઓછો છે.હવે મહત્વનું એ છે કે અર્થવ્યવસ્થાની સ્થિતિને વધારે ખરાબ ના થવા દેવાય.
ટીવીએસ મોટર્સના ચેરમેન વેણુ શ્રીનિવાસને જણાવ્યું કે,હવે નોકરીઓ અને કમાણી ખતમ થવાના ભયને નજરઅંદાજ કરી શકાય નહીં. બેરોજગારીને કારણે શ્રમિક વર્ગ દબાણમાં છે.આ ઉપરાંત નાના દુકાનદારો અને લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોની આજીવિકાના સવાલને પણ અવગણી શકાય નહીં.
મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવે પણ સલાહ આપતા જણાવ્યું કે,હવે બિઝનેસ શરૂ થવું જોઈએ.આર્થિક ગતિવિધિઓને શરૂ કરવામાં આવે જેથી લોકોને કામ મળી શકે.સાવધાનીનું કડકાઈ સાથે પાલન કરવામાં આવે જેથી કામ દરમિયાન વાયરસના સંક્રમણને રોકી શકાય.


