નવી દિલ્હી,
આઈટી સેક્ટરની કંપની એચસીએલ ટેક્નોલોજીઝનો માર્ચના ક્વાર્ટરનો નેટ પ્રોફિટ 22.8 ટકા ઉછળીને ~3154 કરોડ થયો હતો.ડિસેમ્બરના ક્વાર્ટરની સરખામણીમાં નેટ પ્રોફિટ 3.8 ટકા વધ્યો હતો.ડિસેમ્બરના ક્વાર્ટરમાં તેનો પ્રફિટ ~3037 કરોડ હતો. એચસીએલ ટેક્નોલોજીઝની આવક અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં 2.5 ટકા વધીને ~18,590 કરોડ થઈ હતી.એબિટા 5.8 ટકા વધીને ~3881 કરોડ થયું હતું.માર્જિન 19.6 ટકા રહ્યું હતું. કંપનીએ આ સાથે જ શેરદીઠ ~2 ડિવિડન્ડ જાહેર કર્યું હતું.કંપનીએ માર્ચના ક્વાર્ટરમાં 14 ટ્રાન્સફોર્મેશનલ ડીલ કર્યા હતા.એટ્રિશન રેટ 16.3 ટકા રહ્યો હતો,જે અગાઉના ક્વાર્ટરમાં 16.8 ટકા હતો.


