By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તામિલનાડુમાં એક દિવસમાં અધધ. 172.59 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તામિલનાડુમાં એક દિવસમાં અધધ. 172.59 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો
GeneralNational

તામિલનાડુમાં એક દિવસમાં અધધ. 172.59 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો

HM News
Last updated: 09/05/2020 8:49 AM
HM News
5 years ago
Share
SHARE

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા 25 માર્ચથી દેશમાં લોકડાઉન લગાવી દીધું હતું.તે પછીથી સતત તેમાં વધારો થયો છે. લોકડાઉન 3.0 3 મેથી વધારીને 15 મે સુધી વધારાયું છે.લોકડાઉન લાગુ કરાયા પછી જરૂરી વસ્તુઓ માટે દુકાનો છોડીને અન્ય તમામ દુકાનો બંધ રહી. જેમાં દારૂની દુકાનો પણ બંદ હતી.

લોકડાઉન 3.0 દરમિયાન સરકારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી, જેના કારણે દેશભરના દારૂના સ્ટોરો પર ભારે ભીડ જોવા મળી હતી. દારૂની દુકાનો બહાર લાંબી કતારો જોવા મળી હતી.દેશમાં દારુના વેચાણ બાબતે તામિલનાડુથી મળેલા દારૂના વેચાણના આંકડા ચોંકાવનારા છે. તામિલનાડુમાં એક દિવસમાં 172.59 કરોડ રૂપિયાનો દારૂ વેચાય છે.તમિળનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશનના જણાવ્યા મુજબ રાજ્યમાં એક જ દિવસમાં 172.59 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ રાજ્યમાં કુલ 5146 દુકાનો પર એક દિવસમાં દારૂનું સરેરાશ વેચાણ રૂ. 70 થી 80 કરોડનું થતું હોય છે પરંતુ એકલા 3750 દુકાનોમાં એક જ દિવસમાં 170 કરોડ રૂપિયાથી વધુની દારૂનું વેચાણ થયું હતું. આ દૈનિક કલેક્શન કરતાં ડબલથી પણ વધારે છે.

કોર્પોરેશનના જણાવ્યા અનુસાર મદુરાઇ ઝોનમાં સૌથી વધુ 46.78 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું છે.દરમિયાન, ત્રિચી ઝોનમાં દારૂની દુકાનનું કલેક્શન 45.67 કરોડ રૂપિયા હતું.આ જ રીતે,સલેમ ઝોનમાં રૂ.41.56 કરોડના દારૂનું તો કોઇમ્બતુર ઝોનમાં રૂ.28.42 કરોડ અને ચેન્નઈ ઝોનમાં રૂ. સૌથી ઓછું 10.16 કરોડ રૂપિયાનું દારૂનું વેચાણ થયું છે.નિગમના જણાવ્યા મુજબ પોંગલ,દિવાળી અને નવા વર્ષ દરમિયાન દારૂનું વેચાણ 120 કરોડથી 200 કરોડની વચ્ચે થતું હોય છે.

લોકડાઉન પછી જ્યારે દુકાનો ફરીથી ખોલવામાં આવી ત્યારે એક જ દિવસમાં 170 કરોડથી વધુનું કલેક્શન થયું છે.દેશના ઘણા ભાગોમાં દારૂની દુકાનોમાં એટલી ભીડ હતી, સામાજિક અંતરના લીરે લીરા ઉડાડી દીધા.જેથી તેને શરૂ કરવાના આદેશ ઉપર ચર્ચા થઈ.ઘણી સરકારોએ માથાદીઠ ખરીદીની મર્યાદા નક્કી કરી,ત્યારબાદ પંજાબે દારૂની ઘરેલુ ડિલિવરી લાવવાની જાહેરાત કરી દીધી.

સત્તાધીશોએ કરેલો દાવો,અમદાવાદ પૂર્વના ચાર ઝોનમાં ૨૬,૯૮૭ કેચપીટ પહેલા રાઉન્ડમાં સાફ કરી દેવાઈ
ભાવનગર જિ.પં.નું ૧ર૩ર કરોડનું બજેટ મંજુર
મુંબઇગરાંની સાથોસાથ પાલતુ પ્રાણીઓ પણ સન્ડે સ્ટ્રીટનો આનંદ લેતા થયા
EDની મોટી કાર્યવાહી, ફોરેન એક્સચેન્જના નિયમોના ભંગ બદલ સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકને 100 કરોડનો દંડ
છ સરકારી મેડિકલ કોલેજના એક હજાર તબીબો આજથી ઇમરજન્સી સવાઓ પણ બંધ કરી દેશે
Share This Article
Facebook Email Print
Previous Article ઓહ બાપ રે ! જમાતીઓની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની આખી ટીમને કોરોના
Next Article મોદી સરકારનો નિર્ણય : રામ મંદિર ટ્રસ્ટમાં ડોનેશન આપનારને મળશે ઇન્કમટેક્ષ ફ્રી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up