દિલ્હી,
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ આતંકવાદ સામે આક્રમક નીતિ વાપરતા પાકિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓનું મનોબળ દિવસે દિવસે નબળું પડતું દેખાઈ રહ્યું છે.હિઝબુલ મુઝાહિદ્દીનના ટોપ કમાન્ડર રિયાઝ નાયકુના મોત બાદ ગ્લોબલ ટેરરિસ્ટનું બિરુદ મેળવી ચુકેલા હિઝબુલ પ્રમુખ સૈયદ સલાઉંદ્દીને કહ્યું હતું કે,ભારત વધુ મજબૂત છે. તો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો ભારત પ્રત્યે હમેશા નારાજગી દેખાય છે.ખાસ કરીને વડાપ્રધાન મોદીની આતંકવાદ સામેની આક્રમક નીતિઓને લઈને તેઓ પરેશાન દેખાઈ રહ્યા છે.
હિઝબુલ આંતકી રિયાઝ નાયકુના મોત પર શોકસભા સબોધિત કરતા હિઝબુલ પ્રમુખ સૈયદ સલાઉંદ્દીને સ્વીકાર કર્યું હતું કે,૩ મેના રોજ હંદવાડામાં થયેલી અથડામણમાં રાષ્ટ્રીય રાયફલના કર્નલ આશુતોષ શર્મા અને મેજર અનુજ સુદ સિવાય બે જવાનો અને જમ્મુ કાશ્મીર પોલીસના સબ ઇન્સ્પેકાર શકીલ કાઝીની શહાદતમાં હિઝબુલનો હાથ હતો. ભારતે આ વર્ષે ૮૦ આતંકવાદીઓ ઠાર કર્યા છે તેવું પણ હિઝબુલ પ્રમુખ સૈયદ સલાઉંદ્દીને જણાવ્યું હતું.
હિઝબુલ પ્રમુખ સૈયદ સલાઉંદ્દીને કહ્યું હતું કે,શાહદાત વર્ષોથી ચાલી આવી રહી છે. ૧લી જાન્યુઆરી,2020થી લઈને અત્યાર સુધી ૮૦ આતંકવાદીઓને ભારતે ઠાર કરી દીધા છે.મુજાહિદ્દીને પણ હંદવાડા, રાજ્વારમાં થયેલી અથડામણના દુશ્મનની કમર તોડી નાખી છે.વિડીયોમાં હિઝબુલ પ્રમુખ સૈયદ સલાઉંદ્દીન કહી રહ્યો છે કે હજુ પણ પાકિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા આંતકવાદીઓનું વજન વધારે છે.પરંતુ હકીકત છે કે દુશ્મન દેશ ભારત હાલમાં મજબૂત સ્થિતિ પર છે.
નોધનીય છે કે,ભારતીય સુરક્ષાબળોએ આંતકી રીયાઝ નાયકુને તેના ઘરમાં જ ૬ મેના રોજ ઉડાવી દીધો હતો.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના “ઓપરેશન જૈક્બૂટ”ના લિસ્ટનો આ છેલ્લો આતંકવાદી હતો.

