By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રહાર,કહ્યું ઔરંગાબાદની કરુણાંતિકા માટે સરકાર જવાબદાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રહાર,કહ્યું ઔરંગાબાદની કરુણાંતિકા માટે સરકાર જવાબદાર
GeneralNational

શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રહાર,કહ્યું ઔરંગાબાદની કરુણાંતિકા માટે સરકાર જવાબદાર

HM News
Last updated: 10/05/2020 9:20 AM
HM News
6 years ago
Share
SHARE

ઔરંગાબાદમાં પરપ્રાંતીય હિજરતી મજૂરોનાં મોત માટે સરકાર જવાબદાર હોવાનું શિવસેનાએ જણાવ્યું હતું.શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં સરકારે સ્થળાંતરકારી મજૂરોને સમયસર એમના વતનમાં મોકલવાની કે ખોરાક-દવાની વ્યવસ્થા નહીં કરતાં પરિસ્થિતિ વણસી હોવાનું જણાવ્યું હતું. તંત્રીલેખમાં ફક્ત સરકાર શબ્દ વપરાયો હતો.એમાં બીજેપી પ્રણિત કેન્દ્ર સરકાર કે શિવસેના પ્રણિત રાજ્ય સરકારની સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કોરોના વાઇરસના રોગચાળાને કારણે લૉકડાઉન જાહેર કરતાં પહેલાં સરકારે ગરીબોની સમસ્યાઓનો વિચાર કરવાની જરૂર હતી.મધ્ય પ્રદેશ તરફની યાત્રામાં થાકીને પાટા પર સૂઈ ગયેલા મજૂરો ટ્રેનના પૈડાં નીચે કપાઈને મર્યા પછી આસપાસ વિખરાયેલી રોટલીઓ હૈયું વલોવી નાખનારી વાસ્તવિકતા દર્શાવે છે.એ મજૂરોમાં કોરોના ઇન્ફેક્શનનાં કોઈ લક્ષણો નહોતાં.સંપૂર્ણ સ્વસ્થ કામગારો એ અકસ્માતમાં મોતના મુખમાં હોમાયા હતા.એ બધાં મોતની જવાબદારી સરકારની છે.લોકો કોરોના વાઇરસથી ન મરે એને માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો,પરંતુ ભૂખથી ગરીબ મજૂરો મરી રહ્યા છે.શુક્રવારે ઔરંગાબાદમાં મજૂરો અકસ્માતમાં નહીં પણ રોગચાળાને લીધે પેદા થયેલા સંજોગોને કારણે મર્યા છે.લૉકડાઉનને કારણે વેપાર-ઉદ્યોગો બંધ હોવાથી મજૂરો વતનભણી હિજરત કરી રહ્યા છે.કોઈ વાહન નહીં મળવાને કારણે એ લોકો નાનાં બાળકો, પરિવાર સહિત ચાલતાં ઘરભણી રવાના થઈ રહ્યાં છે.યુવાન માતા એક હાથમાં પોતાનો સામાન અને બીજા હાથમાં બાળકને લઈને ૧૬૦૦ કિલોમીટરની યાત્રાએ નીકળી હોય એ દૃશ્ય ઉદાસ કરનારું છે.દેશનો શ્રમિક વર્ગ આવી યાતના સહન કરે એ શરમજનક બાબત છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યોના મુખ્ય પ્રધાનોએ લોકોને જ્યાં હોય ત્યાં જ રહેવાની અનેક અપીલો કર્યા છતાં હિજરતી મજૂરો આ રીતે નીકળી પડે છે.’

ટ્રેન-ઍક્સિડન્ટમાં બચી ગયેલા મજૂરો કહે છે,એ અકસ્માતની દુર્ઘટના ભુલાય એવી નથી

ઔરંગાબાદ જિલ્લામાં ગુડ્સ ટ્રેનની નીચે ૧૬ કામદારો કચડાઈને માર્યા ગયાની દુર્ઘટનામાં બચી ગયેલા એક કામદારે જણાવ્યું કે ‘મારી સાથેના કામદારો કચડાઈને મૃત્યુ પામ્યા એ ઘટના મેં મારી આંખે જોયા બાદ એના ઓછાયામાંથી બહાર આવવું મુશ્કેલ બની રહ્યું છે.’પોતાના ૧૬ સાથી-કામદારોના મૃતદેહ સાથે ટ્રેનમાં મધ્ય પ્રદેશના તેના વતન જવા નીકળેલો શિવમાન સિંહ જણાવે છે કે આ ગમખ્વાર ઘટનાનાં ચિત્રો નજર સામે તરવરી રહ્યાં હોવાથી એ અકસ્માત બાદ હું સૂઈ શક્યો નથી.

શુક્રવારે સવારે અકસ્માત થયા બાદ ઉપરાઉપરી અનેક બાબતો બની. હું થાકી અને કંટાળી ગયો હતો,પરંતુ અકસ્માતનાં દૃશ્યો મગજમાંથી હટતાં ન હોવાથી રાતે ભાગ્યે જ સૂઈ શક્યો છું.આ દુર્ઘટના હું જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકું. અકસ્માતની વાત જાહેર થયા બાદ મારા પરિવારજનોએ મારો સંપર્ક કરવાની ખૂબ કોશિશ કરી,પરંતુ મારો ફોન સ્વિચ્ડ-ઑફ હતો. અકસ્માત બાદ અમે અધિકારી વર્ગને મરનારની ઓળખ કરવામાં તેમ જ તેમના પ્રશ્નોનો ઉત્તર આપવામાં વ્યસ્ત હતા.

ઘટનાને યાદ કરતાં સિંહે જણાવ્યું હતું કે ‘જ્યારે અમે કરનાડ પાસે આરામ કરવાનો નિર્ણય લીધો એ વખતે હું થોડે દૂર જઈને સૂઈ ગયો હતો. એ વખત સ્પીડમાં ધસમસતી આવતી ટ્રેનનો અવાજ સાંભળીને મેં મારા સાથીઓને બૂમ મારીને ઉઠાડવાની ખૂબ કોશિશ કરી,પરંતુ પળભરમાં દુર્ઘટના સર્જાઈ ગઈ હતી.’ અન્ય એક કામદારે જણાવ્યું હતું કે ‘અમે અમારા વતન જવા પાસ માટે અરજી કરી હતી, પરંતુ અમને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.અમારા બધાના પરિવારજનો ગામમાં હોવાથી અમે ભુસાવલ સુધી પગપાળા જવાનો નિર્ણય કર્યો હતો.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત : વરાછા, કતારગામ, પાંડેસરા અને સચિન વિસ્તારનાં પાંચ લાખ લોકોની વતન તરફ દોટ
Next Article EDએ એસોસિએટેડ જર્નલ્સ લિ. અને મોતીલાલ વોરાની 16.38 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up