ઓપરેશન જેકબુટથી જ આતંકી રિયાજ નાયકું પણ ઠાર.
2 મેના રોજ હંડવડાંમાં થયેલા આતંકી હુમલા માં કર્નલ આશુતોષ સહિત પાંચ જવાન શાહિદ થયા હતા પછી ભારતીય સૈન્ય બેગોપોરામાં ઓપેરેશન જૈકબૂટ ચલાવીને હિઝબુલ કમાન્ડર રિયાજ નાયકૂ અને તેના સાથીઓને ઠાર કરી નાખ્યા છે.પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહ મંત્રી અમીત શાહ અને રક્ષામંત્રી રાજનાથસીઘ થતાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે આતંકવાદના ખાત્મા માટે તૈયાર છીયે અને જેથી પાકિસ્તાન ને બીક લાગે છે કે ભારત પાછું તેના ઘરમાં ઘૂસીને પાછી સ્ટ્રાઈક ન કરી નાખે.પાકિસ્તાન ને લાગે છે ડર ! પાકિસ્તાન તેની સરહદો પર પોતાના લડાકુ વિમાન F-16 અને JF-17 લડાકુ વિમાન દ્વારા સતત રૈકી કરીને ધ્યાન રાખી રહ્યું છે.દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ વરસો પહેલા સેવેલું અખંડ ભારતનું સપનું 2020માં પૂરૂ થશે? આ પ્રશ્નનુ કારણ ભારતના પીઓકેને લઈને અનેક એક્શન પ્લાન સામે આવી રહ્યા છે તે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પીઓકે માટે એક બહુ મોટી બેઠકનું આયોજન કર્યું હતું. જેથી પાકિસ્તાનના કબજામાં રહેલા આપણા કાશ્મીરના સારા દિવસો આવશે તેવી આશા જન્મી છે.
ભારતના આક્રમક વલણથી બાજવાની ફોજની હાલત પતલી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ આજકાલ ખૂબ જ ફફડાટમાં છે અને ભારતના આક્રમક વલણથી બાજવાની ફોજની હાલત પતલી થઈ ગઈ છે.તદ્ઉપરાંત ઈમરાન ખાન ધીરે-ધીરે ભારતનો પીઓકે પ્લાન સમજી રહ્યા છે.જેથી વધુ ગભરાઈ ગયા છે અને તેઓ ભારત પીઓકે મામલે કશું બહુ મોટું પગલું લેશે તેનાથી વાકેફ થઈ ગયા છે.જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ જનરલ બિપિન રાવતે મળીને પીઓકેને પાકિસ્તાનની કેદમાંથી આઝાદ કરાવવા સુપરહિટ પ્લાન તૈયાર કરી લીધો છે.ભારતના આ ચારેય મજબૂત પિલર સાથે મળીને પીઓકેને આઝાદ કરાવવાનો પ્લાન ઘડી રહ્યા છે જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલની ભૂમિકા સૌથી મહત્વની છે.
LoCની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી
NSA અજિત ડોભાલે શનિવારે એક મોટી બેઠક યોજી હતી જેમાં સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે, રો ચીફ, આઈબી ચીફ, નોર્ધન આર્મી કમાન્ડના લેફ્ટિનેન્ટ જનરલ વાઈકે જોશી, 15 કોરના જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ રાજુ,16 કોર કમાન્ડના લેફ્ટિનેન્ટ જનરલ હર્ષ ગુપ્તા ઉપરાંત જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ પણ સામેલ થયા હતા.સતત 5 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં જમ્મુ કાશ્મીર ઉપરાંત LoCની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.બેઠકમાં ડોભાલને હિજબુલ કમાન્ડર રિયાઝ નાયકુના ખાત્મા બાદ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ જેટલા ઓપરેશન ચાલી રહ્યા છે તેની જાણકારી અને ઘાટીમાં ઉપસ્થિત આતંકવાદીઓની યાદી આપવામાં આવી હતી.
આતંકવાદીઓની ઘૂસણખોરીની યોજના
અધિકારીઓએ જૈશ-એ-મોહમ્મદના 25-30 આતંકવાદીઓ કાશ્મીરમાં ઉપસ્થિત સુરક્ષા દળો પર હુમલાના ષડયંત્રને પાર પાડી શકે છે તેવી માહિતી આપી હતી. ગુપ્તચર એજન્સીઓએ સરહદ પારથી મળેલા ઈનપુટના આધારે જણાવ્યું કે, પાકિસ્તાને PoKને અડીને આવેલી Loc પાસે દુધનિયાલ,શારદા અને અઠકામમાં આતંકવાદીઓના લોન્ચ પેડને એક્ટિવ કરી દીધા છે અને કાશ્મીરમાં મોટા પ્રમાણમાં આતંકવાદીઓની ઘૂસણખોરીની યોજના છે.
ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરશે
જો ટેબલ પર પીઓકેના ટેરરની કુંડળી રાખવામાં આવે અને ટેરર કેમ્પ અંગે જણાવવામાં આવે તો પીઓકેમાં આતંકવાદીઓના લોન્ચ પેડનો કેવી રીતે વિનાશ કરવો તે ચર્ચા થઈ જ હોય. વડાપ્રધાને પહેલેથી જ નવું હિંદુસ્તાન હવે આતંકવાદીઓની ઘૂસણખોરીની રાહ નહીં જોવે અને જ્યાંથી પણ ઘૂસણખોરીની સૂચના મળશે ત્યાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરશે તેમ કહેલું છે.ગત 22મી એપ્રિલ, 2019ના રોજ મોદીએ કહ્યું હતું કે, ‘આજે દરેક આતંકવાદીને ખબર છે કે,જો દેશના કોઈ પણ ક્ષેત્રમાં બોમ્બ વિસ્ફોટ કરશું તો આ મોદી છે જે તેમને પાતાળમાંથી પણ ખોદીને સજા આપશે અને તેમના આકાઓને પણ ખતમ કરીને રહેશે.’

