નવી દિલ્હી : પાકિસ્તાને અચાનક નિયંત્રણ રેખા પર લડાકુ વિમાનોની ગતિવિધિઓ વધારી દીધી છે.નિયંત્રણ રેખા પર પોતાની સરહદમાં પાકિસ્તાનના એફ -૧૬, જેએફ -૧૭ અને મિરાજ-૩ ઉડાન ભરી રહ્યાના અહેવાલો છે.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં હંદવાડામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં કર્નલ આશુતોષ શર્માની શહાદત બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને તેણે સરહદ પર લડાકુ વિમાનોની ગતિવિધિઓ વધારી દીધી છે.હંદવાડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સૈન્યના ૫ જવાનો શહીદ થયા હતા.રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના એફ -૧૬,જેએફ -૧૭ અને મિરાજ -૩ વિમાન ભારતીય સરહદ રેખા નજીકથી ઉડાન ભરી રહ્યા છે.પાકિસ્તાનની આ હરકતોને ધ્યાનમાં રાખીને ભારતીય સૈન્ય સંપૂર્ણ સજાગ છે અને પાકિસ્તાની એરફોર્સની પ્રત્યેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.ભારતીય વાયુસેનાના એરબેઝ પણ સંપૂર્ણપણે એલર્ટ છે.પાકિસ્તાની વિમાનોની અવરજવર પર નજર રાખવા માટે Airborne Warning And Control System (AWACS)નો ઉપયોગ કરી રહ્યું છે.પાકિસ્તાનને ડર છે કે ભારતીય સૈન્ય તેના વિસ્તારમાં આવેલ આતંકવાદી શિબિરો પર હુમલો કરી શકે છે.

