– કોરનાના કુલ દર્દીઓ આંક 67,152 થયો તેમજ 2,206ના મોત
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલી વિગતો મુજબ સોમવારે દેશમાં કોરોનાના રેકોર્ડ 4,213 પોઝિટિવ કેસો નોંધાયા છે.એક દિવસમાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ કેસ થયા હોવાનું સુચવે છે.આ સાથે જ વધુ 97 લોકોના મોત થયા હતા.24 કલાકમાં કોરોનાના 4,213 કેસ વધતા અત્યાર સુધીમાં દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 67,152 થઈ ગઈ છે.પ્રવર્તમાન સમયે દેશમાં 44,029 એક્ટિવ કેસો છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 20,916 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને તેઓને ડિસ્ચાર્જ કરાયા છે.કોરોનામાંથી દર્દીઓનો સાજા થવાનો દર 31.15 ટકા થઈ ગયો છે.સોમવાર સવાર સુધીમાં વધુ 97ના મોતને પગલે દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકની સંખ્યા 2,206ને આંબી ગઈ છે. 97 લોકોના મોત થયા તેમાં મહારાષ્ટ્રમાં 53, ગુજરાતમાં 21,પશ્ચિમ પંગાળમાં 14,તમિલનાડુમાં ત્રણ,આંધ્ર પ્રદેશ,બિહાર,હરિયાણા, કર્ણાટકા અને રાજસ્થાનમાં એક-એક દર્દીનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીના મતે દેશમાં સૌથી વધુ કોરોના કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે.અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 22,171 કેસો છે જ્યારે ગુજરાતમાં 8,194 કેસો સામે આવ્યા છે,તમિલનાડુમાં 7,204, દિલ્હીમાં 6,923, રાજસ્થાનમાં 3,814,મધ્ય પ્રદેશમાં 3,614 અને ઉત્તર પ્રદેશમાં 3,467 કેસો નોંધાયા છે.
10 રાજ્યોમાં કેન્દ્રની ટીમો મોકલાશે
કેન્દ્રીય ઓરગ્ય મંત્રાલયે દેશમાં જે 10 રાજ્યોમાં કોરોનાનો ઉપદ્રવ વધુ છે તેવા રાજ્યોમાં કેન્દ્રના નિષ્ણાતો તબીબોની ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગને કોવિડ 19ના ઉપદ્રવ વ્યવસ્થાપનમાં મદદરૂપ થશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી,સંયુક્ત સચિવ સ્તરના એક નોડલ અધિકારી અને એક જાહેર આરોગ્ય નિષ્ણાત આ ટીમમાં રહેશે.આ ટીમ રાજ્યા આરોગ્ય વિભાગોને જિલ્લા-શહેરોમાં ચેપગ્રસ્ત વિસ્તારોમાં કોવિડ 19ના સંક્રમણના નિયંત્રણ માટેના વિવિધ પગલાંના અમલીકરણમાં મદદ કરશે.જે 10 રાજ્યોમાં કેન્દ્રની ટીમો મોકલાશે તેમાં ગુજરાત,તમિલનાડુ,ઉત્તરપ્રદેશ,દિલ્હી,રાજસ્થાન,મધ્યપ્રદેશ,પંજાબ,પશ્ચિમ બંગાળ,આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

