– આવક 57% વધી, નેટ કેશ જનરેશન ~1043 કરોડ થયું
અમદાવાદ : અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશનનો વર્ષ 2019-20નો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 26 ટકા વધીને ~707 કરોડ થયો હતો.કંપનીની ઓપરેશનલ આવક 57 ટકા વધીને ~10,237 કરોડ થઈ હતી.ઓપરેશનલ એબિટા(EBITDA) 50 ટકા વધીને ~4297 કરોડ થયું હતું.કંપનીએ રચેલા નવા સાત ઓપરેશનલ એસપીવીનું યોગદાન તેમાં ~596 કરોડનું રહ્યું હતું. ટ્રાન્સમિશન એબિટા માર્જિન 91.8 ટકા થઈ ગયું હતું.ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે માર્જિન 24 ટકા રહ્યું હતું.કંપનીની ઈપીએસ 27 ટકા વધીને ~2.94 થઈ હતી. કંપનીનું નેટ કેશ જનરેશન ~1043 કરોડ થયું હતું.દરમિયાન અદાણી ટ્રાન્સમિશનની માર્ચના ક્વાર્ટરમાં આવક 3 ટકા ઘટીને ~2220 કરોડ થઈ હતી અને ચોખ્ખો નફો 60 ટકા ઘટીને ~59 કરોડ થયો હતો. ~185 કરોડના વન-ટાઈમ રાઈટ-ઓફને કારણે નફા પર અસર થઈ હતી.ઓપરેશનલ એબિટા 2 ટકા વધીને ~893 કરોડ થયું હતું.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે દેશના ટ્રાન્સમિશન સેક્ટરમાં ગ્રોથ માટે આગામી વર્ષોમાં ખૂબ જ ઉજ્જવળ તક રહેલી છે. દેશના નાગરિકોને 24 કલાક વીજળી મળી રહે તેના પર સરકારનું ફોકસ હોવાથી અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ તેના વ્યાપક નેટવર્ક અને સતત ગ્રોથ દ્વારા વિશ્વસ્તરની ઈલેક્ટ્રિક યુટિલિટી બનવા તરફ આગળ વધી રહી છે.અદાણી ટ્રાન્સમિશનના એમડી અને સીઈઓ અનિલ સરદાનાએ કહ્યું હતું કે કંપની છેલ્લાં કેટલાક વર્ષોમાં હાઈ ગ્રોથ ડેવેલપિંગ કંપનીમાંથી હવે લિમિટેડ ગ્રીનફિલ્ડ રિસ્ક સાથેની મેચ્યોર એસેટ ઓપરેટર બની ગઈ છે.કંપનીનું ફોકસ ગ્રીડ નેટવર્ક વિસ્તારવાનું અને ગ્રાહકોને હાઈ ક્વોલિટી ઈલેક્ટ્રિસિટી સપ્લાય પૂરો પાડવાનું છે.


