By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યુદ્ધના ઉન્માદમાં દરિયામાં અમેરિકા સામે તો જમીન પર ભારત સામે બાખડ્યું ચીન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > યુદ્ધના ઉન્માદમાં દરિયામાં અમેરિકા સામે તો જમીન પર ભારત સામે બાખડ્યું ચીન
GeneralInternational

યુદ્ધના ઉન્માદમાં દરિયામાં અમેરિકા સામે તો જમીન પર ભારત સામે બાખડ્યું ચીન

HM News
Last updated: 12/05/2020 11:48 AM
HM News
6 years ago
Share
SHARE

ભારત અને ચીન વચ્ચે સારા સંબંધો વચ્ચે ચીનના અટકચાળા વધી રહ્યાં છે.ચીન કોરોનામાં ફસાતા હવે દરિયામાં અમેરિકા સામે અને જમીન પર ભારત સામે દાદાગીરી કરી રહ્યું છે.જોકે,આ બંને દેશોએ ચીનની ચાલને સફળ થવા દીધી નથી.અમેરિકાની જેમ ભારતે પણ ફાયટર જેટ્સ તૈયાર કર્યા છે. ભારત કોઈપણ સંજોગોમાં ચીનની મેલી મુરાદને બર આવવા દે તેવી કોઈ સંભાવના નથી.

સિકિકમ સરહદે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ સ્થિતિ સ્ફોટક જોવા મળી રહી છે.એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ઉનાળાની સીઝન આવી રહી હોવાથી સરહદ પર ચીનના આ પ્રકારના અટકચાળા વધી શકે છે.હાલમાં તો બંને પક્ષે શાંતિ છે પરંતુ ભારતીય સેનાનું અનુમાન છે કે,મેથી લઈને ઓક્ટોબર સુધી આ પ્રકારની વધુ ઘટનાઓ સામનો ભારતીય સેનાને કરવો પડી શકે છે.

ચીની સેનાનો સિક્કિમમાં નવો મોરચો

ચોંકાવનારી વાત એ છે કે,અત્યાર સુધી અરુણાચલ પ્રદેશ અને લદ્દાખ મોરચે ઘૂસણખોરી કરનાર ચીની સેનાએ હવે સિક્કિમમાં નવો મોરચો ખોલ્યો છે. હાલમાં લદ્દાખ,ઉત્તરાખંડ અને સિક્કિમ તથા અરુણાચલ સરહદ પર બંને દેશોએ પેટ્રોલિંગ વધારી દીધું છે.દર વર્ષે ચીન સરહદમાં આ રીતે 300 થી 400 વખત ઘૂસણખોરી કરતું હોય છે પરંતુ આ વખતે નવા વિસ્તારોમાં પણ ચીને ઘૂસણખોરી કરી છે.જેમાં સિક્કિમનું નાકુ લા વિસ્તાર સામેલ છે.જેમાં 17,000 ફૂટની ઉંચાઈ પર આવેલા વિસ્તારમાં 9 મેના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

ભારત અને ચીન બોર્ડર પર તનાવ વધી ચુક્યો છે.ચીને હવે નવેસરથી અટકચાળું કર્યા બાદ ભારતે પણ તેનો જવાબ આપ્યો છે.સિક્કમ સરહદે બે દિવસ પહેલાં ભારત અને ચીનના સૈનિકો આમને સામને આવી ચુક્યા બાદ હવે ચીનના લશ્કરી હેલિકોપ્ટરોએ સરહદની એકદમ નજીક ઉડાન ભરતા ભારતે વળતા જવાબના ભાગરુપે વાયુસેનાના ફાઈટર જેટ્સ તૈનાત કરી દીધા છે.

ચીનના વુહાનમાંથી આવેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી

હેલિકોપ્ટરના જવાબમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટસે પણ સરહદ પાસે જ ઉડાન ભરી હતી.લદ્દાખ બોર્ડર પર તાત્કાલિક ફાઈટર જેટ્સ તૈનાત કરી દેવાયા છે.એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે જેવી ચીની હેલિકોપ્ટરોએ આંટા ફેરા શરુ દીધા કે તરત ભારતીય લડાકુ વિમાને પણ લદ્દાખ સેક્ટરમાં તૈનાત થવાનો આદેશ આપ્યો હતો.આ વિમાનોએ પણ હવે ઉડાન ભરવાનુ શરુ કરી દીધુ છે.જોકે ચીનના હેલિકોપ્ટરોએ ભારતીય સીમાનુ ઉલ્લંઘન કર્યુ નથી.ચીનના વુહાનમાં પેદા થયેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે.

લાખો લોકો આ મહામારીનો શિકાર બની રહ્યા છે, તેવામાં ચીન ભારતથી 684 કિમી દૂર એક કૃત્રિમ ટાપુનું નિર્માણ કરવામાં વ્યસ્ત છે.દક્ષિણ ચીન સાગરના નામે હિંદ મહાસાગરમાં નવા ટાપુનું નિર્માણ કરી ચીન ભારત સામે સામરિક પડકાર ફેંકી રહ્યું છે.હાલમાં જ સેટેલાઇટ તસવીરોથી ચીનના કૃત્યનો ખુલાસો થયો છે.આ તસવીરો સોર્સ ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ ડીટ્રેસ્ફાએ જાહેર કરી છે.

ચીનનું મોટું રોકાણ ભારત વિરુદ્ધનું ષડયંત્ર

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અને ચીનના સમર્થક અબ્દુલ્લા યામીને તેમના કાર્યકાળ દરમિયાન 2016માં 16 ટાપુ ચીની કંપનીઓને લીઝ પર આપ્યા હતા, હવે ચીન આ ટાપુ પર મોટા પ્રમાણમાં નિર્માણ કાર્યો શરુ કર્યા છે.નિષ્ણાંતો મુજબ ટાપુ પર મોટા પ્રમાણમાં નિર્માણ કાર્યો માટે ચીનનું મોટું રોકાણ ભારત વિરુદ્ધનું ષડયંત્ર છે.

હથિયારોની ખરીદી પર નજર રાખનાર આંતરરાષ્ટ્રીય સંસ્થા સિપરીના ન્યૂક્લિયર ઇન્ફોર્મેશન પ્રોજેક્ટના ડાયરેક્ટર હેન્સ ક્રિસ્ટેન્સને પણ ટ્વીટ કરી હિંદ મહાસાગરમાં ચીનના કૃત્રિમ દ્રીપ બનાવવાના કૃત્યને ભારત વિરોધી કાવતરુ ગણાવ્યું છે.ભારત પહેલા પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યુ છે કે માલદીવમાં ચીન નિર્માણ કંપનીઓની આડમાં મિલેટરી બેઝ તૈયાર કરી રહ્યું છે.

ચીન સાથે કોઈ પણ યુદ્ધ માટે તૈયાર અમેરિકા

કોરોના વાયરસ, સાઉથ ચાઈના સી, જાપાન અને તાઈવાનને લઈને ચીન સાથે સતત વધી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાએ પીપલ્સ લિબરેશન આર્મી સાથે યુદ્ધની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે.અમેરિકા માત્ર યુદ્ધ માટે જ સટિક રણનીતિ નથી બનાવી રહ્યું પણ, પોતાના હથિયારોનો જથ્થો પણ ભયાનક સ્તરે વધારી રહ્યું છે. હવે અમેરિકા ખાડી યુદ્ધથી લઈને અફઘાનિસ્તાન યુદ્ધમાં પણ ધાર્યુ નિશાન ભેદનારા પોતાના બ્રમ્હાસ્ત્ર ટોકહોમ ક્રુઝ મિસાઈલની ધાર વધારે ધારદાર બનાવી છે.

દક્ષિણ ચીન સમુદ્ર બન્યો તણાવનું કેન્દ્ર

રોયટર્સના રિપોર્ટ અનુંસાર દુનિયાની બે મહાશક્તિઓ અમેરિકા અને ચીન વચ્ચે પ્રશાંત મહાસાગર તણાવનું કેન્દ્ર બન્યો છે.ચીન જ્યાં ખુબ જ ઝડપથી પોતાના હથિયારોના જથ્થાને વધારી રહ્યું છે,તો દુનિયાની સૌથી મોટી મહાશક્તિ અમેરિકાએ પણ બેઈજિંગ સાથે કોઈ પણ પ્રકારના યુદ્ધ માટે કરમ કસી લીધી છે. અમેરિકા પોતાની સૌથી સફળ એવી મિસાઈલોમાંની ટોમહોક ક્રૂઝ મિસાઈલની નવી એડિશન બનાવવા લાગ્યું છે.

ટોમહોક મિસાઈલથી સજ્જ બનશે મરીન

અમેરિકા પોતાના મરીન સૈનિકોને પણ ટોમહોક મિસાઈલથી સજ્જ બનાવવા જઈ રહ્યું છે.એટલુ જ નહીં ટ્રમ્પ પ્રશાસન હવે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં લાંબા અંતરની અને જમીનથી જ લોંચ કરી શકાય તેવી ક્રુઝ મિસાઈલ તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. તેવી જ રીતે અમેરિકાએ દાયકાઓ બાદ હવે ફરી એકવાર લાંબા અંતરની એંટી ટેંક મિસાઈલો બનાવવાનું કામ શરૂ કરી દીધું છે.અમેરિકાના આ પગલા બાદ ચીને કહ્યું છે કે, અમેરિકા ધાક જમાવવાનું બંધ કરે.

ચીનને લઈ શું છે અમેરિકાની રણનીતિ?

અમેરિકાના સૈન્ય કમાંડરોએ થોડા દિવસ પહેલા અમેરિકી કોંગ્રેસને જાણકારી આપતા કહ્યું હતું કે,ટોમહોક મિસાઈલથી સજ્જ સૈનિક પશ્ચીમી પ્રશાંત મહાસાગર પર નિયંત્રણ મેળવવામાં અમેરિકી નૌકાદળની મદદ કરશે. મરીન કોરના કમાંડેટ જનરલ ડેવિડ બર્ગરે કહ્યું હતું કે, ટોમહોક ક્રુઝ મિસાઈલ અમેરિકાને આ કામમાં મદદરૂપ થશે.ટોમહોક ક્રુઝ મિસાઈલે સૌથી પહેલા 1991માં ખાડી યુદ્ધ દરમિયાન પોતાની લોકપ્રિયતા સ્થાપિત કરી હતી.આ મિસાઈલથી સજ્જ અમેરિકી યુદ્ધ જહાજોએ દુશ્મન દેશોના તમામ ટાર્ગેટ પર રીતસરનો કહેર વરસાવ્યો હતો.યૂએસ મરીન માટે નવી મિસાઈલ વર્ષ 2022 સુધીમાં બનીને તૈયાર થઈ જશે.

ચીનને આકરો સંદેશ છે આ અમેરિકી મિસાઈલ

અમેરિકી સૈન્ય રણનીતિકારોનું માનવું છે કે,આ જમીન પરથી વાર કરી શકવામાં સક્ષમ ક્રુઝ ટોમહોક મિસાઈલ ઓછા પ્રમાણમાં હોવાથી પણ શક્તિનું સંતુલન તો નહીં બદલાય પણ અમેરિકા તેના દ્વારા ચીનને આકરો સંદેશ જરૂર આપશે.તેમનું કહેવું છે કે,જાપાન અને તાઈવાનના કોઈ પ્રકારના હથિયારની મદદથી ચીનનીએ સેનાને ગંભીર ખતરો ઉભો થશે.તેમણે કહ્યું હતું કે,ચીનને સૌથી વધુ અને વર્તમાનમાં ખતરો હોય તો તે અમેરિકાની એંટી શિપ મિસાઈલો છે જે યૂએસ નેવી અને યૂએસ એરફોર્સમાં શામેલ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉનમાં નવતર પ્રયોગ : ગુજરાતભરના વકીલો દ્વારા કાયદા અંગે ઓનલાઇન વેબિનાર : લૉ સ્ટુડન્ટ સહીત સેંકડો લોકોને લાભ
Next Article ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 17 મે બાદ રાજ્યમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વેચવા માટે આપી મંજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up