By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બડબોલા નેતા મનસુખ વસાવા અગાઉ પણ ભાજપને ફિક્સમાં મુકી ચુક્યા છે !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બડબોલા નેતા મનસુખ વસાવા અગાઉ પણ ભાજપને ફિક્સમાં મુકી ચુક્યા છે !
GeneralGujarat NowPolitics

બડબોલા નેતા મનસુખ વસાવા અગાઉ પણ ભાજપને ફિક્સમાં મુકી ચુક્યા છે !

HM News
Last updated: 13/05/2020 10:34 AM
HM News
6 years ago
Share
SHARE

ભાજપના નેતા મનસુખ વસાવાએ રૂપાણી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો મૂકતાં વસાવા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.તેઓ વારંવાર વિવાદ ઊભા કરે છે.આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી અંગે તેઓ વારંવાર વિવાદો ઊભા કરી ચૂક્યા છે.

તેમના અગાઉના વિવાદ શું છે ?

આ પહેલા પણ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે,અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે.સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ.પૈસા આપીને ખોટા પ્રમાણપત્રો આપવામાં આવે છે.પણ બધા નેતાઓ સત્તાની પરવા કર્યાં વિના આદિવાસીઓના હિત કામ કરો.આદિવાસીઓ ચૂપ નહીં રહેવુ જોઇએ.છ વખત લોકસભાની ચૂંટણી જીતેલા મનસુખ વસાવાને ધમકી ભર્યા ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી મળતા આખરે તેમને ભરૂચ જીલ્લાના પોલીસ વડાને લેખિતમાં ફરીયાદ કરી હતી.તેઓ સાચું કહે દેતા હોવાથી મોદી સરકારમાંથી કેન્દ્ર સરકારમાં મંત્રી પદેથી હઠાવવામાં આવ્યા હતા.

માટી અને રેતીની રોયલ્ટી ચોરી કરવામાં આવી રહી છે

23 ઓગસ્ટ 2018માં લખેલા પત્રમાં દવાખાના અને હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી.માટી અને રેતીની રોયલ્ટી ચોરી કરવામાં આવી રહી છે.પોઈચા બ્રિજથી બેટ સુધી રેતીની મંજૂરી વગર ઉઠાવી લેવામાં આવી.ક્વોરીઓ મંજૂરી વગર પથ્થર કાઢી છે.નાના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે પણ મોટા કોન્ટ્રાક્ટરોને કંઈ કરવામાં આવતું નથી.ખેડૂતોને પકડીને કેસ કરવામાં આવી રહ્યાં છે પરંતુ રેતી માફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવતાં નથી.આ વિવાદ ઘણો લાંબો ચાલ્યો હતો.

આનંદીબેન જવાબ નહીં આપે તો રાજીનામું આપીશ

લોકસભાના 26 સાંસદો પૈકી એકમાત્ર સાંસદ મનસુખ વસાવાને રાજ્યકક્ષાના પ્રધાન 24 મે 2014ના રોજ બનાવવામાં આવ્યા હતા.આદિજાતિ બાબતોના તત્કાલીન કેન્દ્રીય પ્રધાન મનસુખ વસાવાએ આદિવાસીઓના ઝડપી વિકાસ માટેની જરૂરી રજૂઆતો બાદ આનંદીબેને યોગ્ય જવાબ ન મળતાં રાજીનામું આપી દેવાની ચમકી ઉચ્ચરી હતી.આદિવાસીઓના પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો કેન્દ્રીય પ્રધાન તરીકે હું રાજીનામું આપી દઈશ.એવું વડોદરાના 3 જુલાઈ 2016ના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું અને તેમને કેન્દ્રીય મંત્રી મંડળમાંથી પછી પડતાં મૂકવામાં આવ્યા હતા.આનંદીબેન સામે ઉચ્ચારો કરવા બદલ મોદી સરકારમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

મને સત્તાનો મોહ નથી

હું હવે સ્વતંત્ર હોવાથી સરકાર સમક્ષ ઊંચા અવાજે વાત કરીશ.લોકોને કહ્યું હતું કે તમે ચિંતા ન કરતા.હું આવનાર સમયમાં ખુમારીથી કામ કરવાનો છું.મને પદ કે સત્તાની હવે કોઇ ચિંતા નથી.આદિવાસીઓના પ્રશ્નોની સરકારમાં રજૂઆતો કરતો રહીશ.સત્યને વળગી રહીશ.નર્મદા ડેમનું પાણી નર્મદા અને ભરૃચ જિલ્લાના લોકોને પણ મળવું જોઇએ.કોઈ હોદ્દા ધારણ નહી કરું,માત્ર સાંસદ તરીકે કાર્ય કરીશ.સાચી રજૂઆતો કરી,સાચુ બોલતો રહીશ. આવા ઉચ્ચારો ત્યારે તેમણે કર્યા હતા.ત્યારે આખા ગુજરાતમાં વિવાદ થયો હતો.

મારું કોઈ સાંભળતું ન હતું

6 જુલાઈ 2016ના રોજ પ્રધાનમંડળમાંથી પડતા તેમને સતત એવું લાગતું હતું કે,તેમના પોતાના જ મંત્રાલયમાં તેમને કોઈ ગણતું નહોતું.તેમની સામે વિરોધનું જાણે વાતાવરણ હતું.રાજીનામું આપી દેશે એવો પત્ર લખ્યો તે પત્રને આગળ ધરીને ભાજપ મોવડીમંડળે રાજીનામું આપવાની સુચના આપી હતી.

રાજપીપળાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં શિક્ષકો,શિક્ષણ અને શિક્ષણ પ્રધાન ભૂપેનદ્રસિંહ ચૂડાસમા પર આક્ષેપ કર્યા હતા.ખરાબ પરિણામના કારણે શિક્ષકો જવાબદાર છે.મારા વિસ્તારમાં 60થી 70 ટકા શિક્ષકો જુગાર રમે છે અને શિક્ષકો દારૂ પણ પીવે છે.દારૂ અને જુગાર રમનાર શિક્ષકો બાળકોને કેવી રીતે ભણાવી શકે છે.શિક્ષણ પ્રધાન નિષ્ફળ ગયા છે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તેમને ખોટા કહ્યા ત્યારે વસાવાએ ફરી એજ આક્રમકતાથી આરોપો દોહરાવ્યા હતા.

ગાળા ગાળી,મારા માર

14 જુન 2018ના દિવસે રાજપાપળા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી વખતે ભાજપનાં અસંતુષ્ટ સભ્યોને ઘુસવા નહીં દેવા મામલે કોંગ્રેસનાં ડભોઇ નગરપાલીકાનાં પૂર્વ પ્રમુખ અધિકારીઓ જોડે દલીલ કરી રહ્યા હતા તે સમય દરમ્યાન સાંસદ મનસુખ વસાવા અને જીલ્લા ભાજપનાં પ્રભારી સતીષ પટેલ આ જોઇ જતા અંદર આવી વાંધો લેતા મામલો બીચક્યો હતો,અને સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસનાં કોર્પોરેટર સુરેશ વસાવા અને કમલ ચૌહાણ વચ્ચે જીભાજોડી અને ગાળાગાળી થઇ હતી.

GPCB ભ્રષ્ટાચારી છે

17 મે 2018ના દિવસે ભરૂચ જિલ્લાના પાનોલી અને અંકલેશ્વર GIDC સાથે જોડાયેલ નાના અને મધ્યમ ઉદ્યોગકારોને પ્રદૂષણ અને ભૂતિયા કનેક્શનના બહાના હેઠળ વારંવાર GPCB ના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ તેમની જ સરકારના તંત્ર દ્વારા મૂક્યો હતો.

રેલવેમાં સડેલો નાસ્તો

17 માર્ચ 2018ના દિવસે દિલ્હીથી વડોદરા આવી રહેલી નિઝામુદ્દીન મુંબઇ વચ્ચે ચાલતી ઓગસ્ટ ક્રાન્તિ ટ્રેનમાં મનસુખ વસાવા સહિતના સાંસદોને પીરસાયેલા નાસ્તામાં સળેલી બદામ સાથેના ડ્રાયફ્રુટ જણાતાં સંસદસભ્યોએ તાત્કાલીક રેલ મંત્રીને વોટસ્અપ કરીને ફરીયાદ કરી હતી. નાસ્તાની તસવીરો લઇને તાત્કાલીક રેલ મંત્રીને મોકલી આપીને આ અંગેની ફરીયાદ કરી હતી. ત્યારે દેશભરમાં વિવાદ થયો હતો.

9 હજાર કરોડનું કૌભાંડ પણ વસાવા મૌન

સપ્ટેમ્બર 2017માં ભરૂચના હાંસોટતાલુકાના વમલેશ્વર અને કતપોર ગામમાં ખેતીની જમીનમાં ગેરકાયદે તળાવ બનાવી જીંગા ઉછેરનું રૂ.9000 કરોડના જિંગા કૌભાંડમાં મનસુખ વસાવા મૌન બની ગયા હતા.ત્યારે તેમની ભારે ટીકા થઈ હતી.રૂ.9000 કરોડોનું કૌભાંડ થયું અને કોમી તોફાનોમા લોકો પરેશાન થયા છતાં ભાજપના સાંસદ મુસુખ વસાવા એક શબ્દ બોલ્યા ન હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપના વોર્ડ પ્રમુખને જાહેરમાં જન્મદિવ દિવસ મનાવવો પડ્યો ભારે ,પોલીસે કાયદાનું કરાવ્યું ભાન
Next Article પાકિસ્તાનમાં ઇઝરાયલનો ઝંડો ફરકાવતા પિતા-પુત્રની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up