સુરત : કોરોના વાયરસનું સંક્ર્મણ અટકાવ માટે તંત્ર દ્વારા લૉકડાઉન જાહેર કરવામાં આવતા સુરતમાં રહેતા અને તાજેતરમાં લગ્ન બાદ હનીમૂન માટે ગયેલું મકવાણા પરિવારનું કપલ મોરેશિયસમાં છેલ્લા બે મહિનાથી ફસાયું છે.આ કપલ પાસે ખાવા,પિવા માટે સામાન કે પૈસા નથી ત્યારે આ કપલ દ્વારા સરકાર પાસે મદદની ગુહાર લગાવી અને તેઓને સ્વદેશ પાછા લાવવા માટે મદદની માંગ કરી છે.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા વિકી મકવાણાના લગ્ન 12 માર્ચના રોજ થયા થતા હતા.જોકે લગ્ન બાદ આ કપલ હનીમૂન માટે સુરતથી ગત તારીખ 17 માર્ચના દિવસે મોરેશિયસ જવા નીકળ્યા હતા.તેમનું 18 માર્ચ થી 24 માર્ચ સુધીનું હોટલમાં બુકિંગ હતું.જોકે આ કપલ હનીમુન માટે ગયા બાદ 14 તારીકે હોટલ છોડીને ભારત આવવા માટે એરપોર્ટ પર ગયા ત્યારે ખબર પડી કે ભારતમાં લૉકડાઉન હોવાને કારણે તમામ ફ્લાઇટ બંધ રાખવામાં આવી છે.જોકે,પહેલા તબક્કાનું લૉકડાઉન 29 માર્ચ સુધી હોવાને લઈને આ કપલ દ્વારા એક મકાન પાંચ દિવસ માટે ભાડે રાખવામાં આવ્યુ હતું.જોકે, ભારતમાં કોરોના લઈને તબક્કાવાર લૉકડાઉન વધતું ગયું અને આ કપલ ત્યાં ફસાઈ ગયું.

જોકે,પોણા બે મહિનાથી આ કપલ ભારત પરત ફરવા માટે સતત મદદ માંગી રહ્યું છે.ત્યારે હવે આ કપલ પાસે ખાવાનો સમાન નથી અને રૂપિયા પણ પુરા થઈ ગયા છે.તેવામાં હવે આ કપલ વંદે ભારત મિશન હેઠળ ભારત પરત ફરવા માટે દેશના વડાપ્રધાન મોદી અમિત શાહ,મહારાષ્ટ અને ગુજરાતનાં સીએમને સતત ટ્વિટ કરીને મદદ માંગી રહ્યા છે.તેમને મદદ નહિ મળતા તેઓએ વિડીયો મારફતે પોતાની વ્યથા સરકાર સુધી પહોંચાડી હતી અને સરકાર તેમને જલ્દીથી જલદી મદદ કરી સ્વદેશ પરત લાવે તેવી માંગ કરી રહ્યા છે.


