વલસાડ, 15 મે : કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સી.આર.ખરસાણે વલસાડ જિલ્લાના જિલ્લા અને તાલુકા સેવાસદનમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યજવસ્થારની પરિસ્થિદતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન વલસાડ તથા જિલ્લાના તમામ તાલુકા સેવાસદનની બહાર કે જિલ્લા તથા તાલુકા સેવાસદનના પરિસરથી 200 મીટરની ત્રિજ્યાના વિસ્તાારમાં તાત્કાેલિક અસરથી 17 મે સુધી અનઅધિકૃત કે ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યા.એ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધરણા,પ્રતિક ધરણા,ભૂખ હળતાળ પર બેસવા,ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે મનાઇ ફરમાવી છે.આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એવું વલસાડ કલેકટરે જાહેરનામું બહાર પડી જણાવ્યુ છે.
આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવી વ્યતકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યરકિતઓને,લગ્નના વરઘોડા,સ્મશાનયાત્રા અને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ પરવાનગી તેમજ સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનના કિસ્સાેમાં લાગુ પડશે નહીં એવો ઉલ્લેખ પણ જાહેરનામામાં કરવામાં આવ્યો છે.


