નવી દિલ્હી, 15 મે : ઇરાકમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)એ,શુક્રવારે બગદાદના સલાઉદ્દીન પ્રાંતમાં એક મકાન પર હુમલો કર્યો હતો અને પરિવારના તમામ 6 સભ્યોની હત્યા કરી હતી.મોહમ્મદ અલ બાજીએ મીડિયાને જણાવ્યુ હતુ કે,” હુમલો શુક્રવારે વહેલી સવારે થયો હતો, જ્યારે બગદાદથી લગભગ 120 કિલોમીટર ઉત્તરમાં સમારા શહેર નજીક જીલમ વિસ્તારમાં આતંકીઓએ એક ઘર પર હુમલો કર્યો હતો.”
આ સમય દરમિયાન આતંકીઓએ પરિવારના સભ્યો ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી હતી.તેમાં 1 પુરુષ,3 પુત્રો,1 મહિલા અને 1 બાળકની હત્યા થઈ હતી.હુમલાખોરો ભાગી જતા પહેલા, ઘરની 2 કાર અને પરિવારના ઘઉંના ખેતર ને પણ બાળી નાખ્યુ હતુ.ત્યારબાદ ઇરાકી સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હુમલાખોરોને શોધવા માટે એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ.નોંધનીય છે કે,ઇરાકી સુરક્ષા દળો દ્વારા આઈએસ આતંકવાદીઓની પરાજય બાદ 2017 થી સમગ્ર દેશમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે.જો કે, આતંકવાદીઓ હજી પણ કેટલાક શહેરી વિસ્તારો,રણ અને કઠોર વિસ્તારોમાં છુપાયેલા છે અને સુરક્ષા દળો અને નાગરિકો સામે વારંવાર હુમલાઓ કરી રહ્યા છે.

