– પ્રભાવિત કર્મચારીઓને નોકરી મળશે ત્યાં સુધી કંપની સંપર્કમાં રહેશે: Zomatoનું આશ્વાસન
નવી દિલ્હી : કોરોના મહામારી અને દેશવ્યાપી લોકડાઉનના ત્રીજા તબક્કામાં ઓનલાઇન ફૂડ અગ્રીગેટર કંપની Zomatoએ એના 13% કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લીધો છે.લોકડાઉનને લીધે દેશની અર્થવ્યવસ્થા ખોરવાઇ છે અને બધા જ વેપાર-ધંધા ઠપ થઇ ગયા છે.કંપનીઓ નુકસાન વેઠી રહી છે એવામાં Zomatoએ તેના કર્મચારીઓની આર્થિક સ્થિતિને વધારે કપરી બનાવે એવો કઠોર નિર્ણય લીધો છે.Zomato શુક્રવારે જ તેના 13% કર્મચારીઓને નોકરીમાં કાઢી રહી છે અને જૂનથી આગામી 6 મહિના સુધી બાકી રહેલા કર્મચારીઓના પગારમાં 50%નો કાપ મૂકી દીધો છે.
લોકડાઉન.3ના છેલ્લા તબક્કામાં Zomatoએ આ નિર્ણયની જાહેરાત કરી છે,બીજી તરફ વૈશ્વિક કોરોના મહામારીએ ભારતની અર્થવ્યવસ્થાને તોડી વર્ષો પાછળ ધકેલી દીધી છે.વિશ્વ આખુ ઠપ થઇ ચૂક્યુ છે એવામાં વેપાર-ઉદ્યોગો બંધ થવા માટે મજબૂર બની રહ્યા છે.શુક્રવારે Zomatoના કર્મચારીઓને મોકલેલી નોટિસમાં સીઇઓ દીપિંદર ગોયલે લખ્યુ છે કે Zomato કામ પર ધ્યાન આપી રહ્યુ છે,પરંતુ સ્થિતિ મુજબ હાલમાં કંપની પાસે પર્યાપ્ત કામ નથી. જોકે કંપનીના કહેવા મુજબ તે પ્રભાવિત તમામ 13% કર્મચારીઓનો સંપર્કમાં રહેશે જેથી તેઓને નોકરી મળી શકે.


