કોલકાતા : બંધન બેન્કનો માર્ચ 2020ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો ઘટીને ~517.28 કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં ~650.87 કરોડ હતો. બેન્કે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે,ગૃહ ફાઇનાન્સને બેન્ક સાથે ભેળવી દેવામાં આવતા તેની પણ કામગીરીનો સમાવેશ આમાં થતો હોવાથી ત્રિમાસિક ગાળાની કામગીરીની સરખામણી કરી શકાય નહીં.દરમિયાન આ ગાળામાં બેન્કની કુલ આવક ~3,346.47 કરોડની રહી હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ~2,220.32 કરોડ હતી.બેન્કે બેડ લોન માટે ~827.36 કરોડની જોગવાઈ કરી હતી. ગ્રોસ એનપીએ ઘટીને 1.48 ટકા રહી હતી જે વર્ષ અગાઉ સમાન ગાળામાં 2.04 ટકા હતી અને નેટ નેટ એનપીએ ત્રિમાસમાં 0.58 ટકા હતી.


