– માસ્ક પહેરવો, હાથ ન મિલાવવા, સ્મોકીંગ ન કરવું,સોશ્યલ ડીસ્ટન્સ રાખવું,જે તે વસ્તુને અડવુ નહિ,સામેના માણસે માસ્ક ન પહેર્યુ હોય તો તેનાથી દૂર રહેવું,પર્સનલ હાઈજીનની કાળજી રાખવી,વારંવાર હાથ ધોવા : કોરોના જમ ઘર ભાળી ગયો હોય તેવો છે : તેની સાથે જીવવાનુ કેળવવુ પડશે : બધી જગ્યાએ પોલીસ નહિ હોય : લોકોએ સ્વેચ્છાએ એલર્ટ રહેવુ પડશે
નવી દિલ્હી, તા. ૧૮ : ત્રીજુ લોકડાઉન પુરૂ થયુ છે અને રાહતો સાથેના ચોથા લોકડાઉનનો પ્રારંભ થયો છે.સરકારે છૂટછાટ આપી છે પરંતુ કોરોના કે જે જમ ઘર ભાળી ગયો છે તેને દૂર રાખવા આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે.દેશના જાણીતા ડોકટરોનું કહેવુ છે કોવિડ-૧૯ સંક્રમણ હાલ સમાપ્ત થવાનુ નથી.નજીકના ભવિષ્યમાં પણ તે સમાપ્ત થાય તેવુ દેખાતુ નથી.આપણે કોવિડ સંક્રમણ સાથે જીવવુ પડશે.ડોકટરોનું કહેવુ છે કે સંક્રમણ સાથે જીવવા માટે ખાસ કળા અપનાવવી પડશે.લોકડાઉનની સ્થિતિમાં એક ખાસ પ્રકારની જીવનશૈલી અપનાવી એ જ રીતે હવે આગળ વધવુ પડશે. માસ્ક પહેરવો પડશે,સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરવુ પડશે,વારંવાર હાથ ધોવા પડશે,સાફ-સફાઈ રાખવી પડશે.આવુ કરવાથી જ આ વાયરસની સાથે લડતા લડતા જીદંગીની સફરમાં આગળ વધતુ રહેવુ પડશે.
ડોકટરોના કહેવા મુજબ વાયરસથી હાલ છૂટકારો નહી મળે.આપણે તેની આદત કેળવવી પડશે.સરકારે જે પ્રયાસ કર્યા હતા તે કદી આ વાયરસને સમાપ્ત કરવાના ન હતા.સરકારનો પહેલો પ્રયાસ આ વાયરસના સંક્રમણને રોકવાનો હતો કે જેથી દેશમાં લાખો લોકો બિમાર ન પડે.સરકારે લોકડાઉન કરે તેની કંટ્રોલમાં લીધેલ છે.આજે એવી સ્થિતિ છે કે કોવિડ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે.લાખો માસ્ક અને પીઈઈ કીટસ બની રહ્યા છે.સેનેટાઈઝરની અછત નથી.આપણે આ બધુ કરી લીધુ છે તેથી ધીમે ધીમે છૂટ સાથે આપણે જીવવુ પડશે,કામ કરવુ પડશે,બચવાની રીત અપનાવવી પડશે.ડોકટરોનું કહેવુ છે કે જૂની સ્થિતિમાં તો આપણે હજુ આવી નહિ શકીએ.જે સ્થિતિ છે તેમા આપણે કેટલીક ટેવ હંમેશ માટે બદલવી પડશે.ખાસ કરીને પર્સનલ હાઈજીનનો ખાસ ખ્યાલ રાખવો પડશે.ક્યારેય પણ થુંકવુ નહિ,છીંકવા માટે ટીસ્યુ રાખવુ જરૂરી બનશે.લોકડાઉન ખૂલ્યા બાદ ખાસ કાળજી રાખવી પડશે.બધી જગ્યાએ પોલીસ નહિ હોય,આપણે પણ જાણીએ છીએ કે તે કેવી રીતે ફેલાય છે,બચાવ માટે શું શું કરવુ જોઈએ તેથી અગાઉની જેમ લાપરવાહ બન્યા વગર સજાગ રહેવુ પડશે.બહાર જઈએ તો માસ્ક પહેરવાનું રહેશે.રસ્તામાં કોઈપણ ચીજને ન અડીએ.કોઈને મળ્યે તો એક મીટર દૂર ઉભા રહીએ.હાથ ન મીલાવીએ.સામેના માસ્ક ન પહેર્યો હોય તો તેની નજીક ન જઈએ.ઓફિસમાં આપણી સીટને સેનેટાઈઝ કરીએ,સામાજિક અંતર રાખીએ,સ્મોકીંગ ન કરીએ,સિગારેટ શેયર તો કદી નહીં,જો બસમાં – ટ્રેનમાં જતા હો તો અંતર રાખો.
ઘરે આવીએ ત્યારે શું કરવું ?
જે લોકો બહારથી ઘરમાં આવે તો તેમણે સૌ પહેલા પોતાના હાથ સાબુથી ધોવા પડશે,તેમણે આવવાની સૂચના ફોન પર પહેલેથી આપી દેવી જોઈએ કે જેથી કોલબેલને સ્પર્શ કરવો ન પડે.મોબાઈલ,ગાડીની ચાવી અને બીજા સામાનને પણ સેનેટાઈઝ કરવા જોઈએ અને તે પછી ન્હાવા જવુ જોઈએ અને પછી ઘરના બીજા સભ્યોને મળવું જોઈએ.જો ઘરમાં વડીલ હોય તો ઘરની અંદર પણ માસ્ક પહેરવો જોઈએ.બની શકે તો ઘરમાં જ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવું જોઈએ

