નવી દિલ્હી : કોરોના વાયરસનો રોગચાળો અને તેને રોકવા માટે અમલમાં મુકાયેલ લોકડાઉને કારણે વિશ્વભરના અર્થતંત્રની હાલત ખરાબ થઈ ગઈ છે. આ જ ક્રમમાં બ્રોકરેજ જાયન્ટ ગોલ્ડમેન સૈશે આશંકા વ્યક્ત કરી છે કે,કોરોના વાયરસને રોકવા માટેના દેશવ્યાપી લોકડાઉનથી ભારતના અર્થતંત્ર પર વિનાશક અસર પડશે અને વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ ભારત અત્યાર સુધીની સૌથી ખરાબ મંદીમાંથી પસાર થશે.
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશના GDP વૃદ્ધિ દરમાં ગોલ્ડમેનના અગાઉના અંદાજના 20 ટકાની તુલનામાં 45 ટકા ઘટાડો થશે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં 20 ટકાની મજબૂત પુન: પ્રાપ્તિ થશે,જ્યારે ચોથા ત્રિમાસિકગાળા અને આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની વૃદ્ધિની આગાહી અનુક્રમે -14 ટકા અને -6.5 ટકા જાળવી રાખવામાં આવી છે.
અત્યાર સુધીની સૌથી મોટી મંદી
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ,ગોલ્ડમના અર્થશાસ્ત્રીઓ પ્રાચી મિશ્રા અને એન્ડ્ર્યૂ ટિલ્ટને 17 મેના રોજ એક નોંધમાં લખ્યું હતું કે આ અંદાજનો અર્થ એ છે કે નાણાકીય વર્ષ 2021 માં વાસ્તવિક GDP 5 ટકા સુધી ઘટી જશે.આવી ભયંકર મંદી જવાહર નહેરું,ઈંદિરા ગાંધી,મોરારજી દેસાઈના ભારતે જોઇ ન હતી.એવું વરિષ્ઠ લોકો જણાવી રહ્યાં છે.
અર્થતંત્રને 20 લાખ કરોડની મદદ
અર્થતંત્રને 20 લાખ કરોડની સહાય આપી છે જે પણ મંદીને તેજીમાં નહીં બદલી શકે.લોકડાઉન વધારવાની જાહેરાત કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા છેલ્લા ચાર દિવસમાં પાંચ વખત યોજાયેલી પત્રકાર પરિષદમાં અર્થતંત્રને 2 ટ્રિલિયન ડોલરનું પેકેજ આપવાની ઘોષણા બાદ કરવામાં આવી છે.અર્થતંત્ર માટે આ ટેકો દેશના GDPના 10 ટકા છે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં તાત્કાલિક અસર નહીં થાય.


