વલસાડ, 18 મે : દમણના ખારીવાડ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રીએ પૂરઝડપે કાર હંકારી લાવીને કાર ચાલક યુવકે વોર્કિગ કરવા નીકળેલા દંપતિને અડફેટે લઇને 200 મીટર સુધી ડીવાઇડર અને વીજપોલ સાથે અથડાવતા દંપતીનું ઘટના સ્થળ ઉપર મોત થયું હતું.નાની દમણના ખારીવાડમાં સુપ્રિમ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોમનાથની સદન મેટલ કંપનીમાં નોકરી કરતા 50 વર્ષીય મહેશભાઇ પ્રજાપતિ અને તેમની પત્ની ચંદ્રિકાબેન રાત્રીએ સાડા દસેક વાગે ચાલવા માટે નીકળ્યા હતા.ત્યારે પાછળથી એક કારના ચાલકે દંપતીને જોરદાર ટક્કર મારીને 200 મીટર દૂર ઘસડી ગયો હતો.આ અકસ્માતમાં દંપતીને માથા તથા શરીરના અન્ય ભાગો ઉપર ગંભીર ઇજા પહોંચતા બનાવના સ્થળે જ મોત થયા હતા.


