મુંબઇ : હવે વધુ એક ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી એ આગામી દિવસોમાં દેશભરમાંથી પોતાના 1100 કંપનીઓની છટણી કરવાની જાહેરાત કરી છે.આ પૂર્વે ઉબરે 3700 અને અને ઝોમેટાએ 13 ટકા કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.કોરોના વાયરસની મહામારીને રોકવા જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનથી અર્થતંત્રને કમરતોડ ફટકો પડ્યો છે અને નોકરી-રોજગારી ઉપર તેની પ્રતિકુળ દેખાવા લાગી છે.
સ્વિગીના કો-ફાઉન્ડર શ્રીહર્ષ માજેતીએ આજે સોમવારે એક પત્રમાં જણાવ્યુ કે,લોકડાઉનથી ફૂડ ડિલિવરી બિઝનેસ ઉપર ગંભીર માઠી અસર થઇ છે અને હજી થોડાંક સમય સુધી તે રહેશે.અલબત આગામી દિવસોમાં બિઝનેસની ગાડી ફરી પાટે ચઢવાની અપેક્ષા છે.અમને અમારી કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવા અને આગામી સમયમાં કોઇ પણ પ્રકારની અનિશ્ચિતતાનો ઉકેલ લાવવા માટે ખર્ચ કરવાની જરૂર પડી છે.
માજેતીએ કહ્યુ કે,લોકડાઉનની સૌથી વધારે અસર કંપનીના ક્લાઉડ કિચન બિઝનેસ પર પડી છે. તેમણે જણાવ્યું કે,અમે એવા બિઝનેસ બંધ કરી રહ્યા છે જે સંપૂર્ણપણે અસ્થિર થઇ રહ્યા છે અથવા તો આગામી 18 મહિના સુધી તેમની કોઇ પ્રાસંગિકતા રહેશે નહીં.સહ-સ્થાપકે કહ્યું કે,જે કર્મચારીઓની છટણી કરાશે તેમને ઓછામા ઓછો ત્રણ મહિનાનો પગાર, એક્સિલિરેટેડ વેસ્ટિંગ, ડિસેમ્બર સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ અને કંપનીની સાથે તેમણે જેટલા વર્ષ સુધી કામગીરી કરી તે અનસાર એક મહિનાનો વધારાનો પગાર આપવામાં આવશે.


