લોકડાઉનમા 22/03/ થી 12/05/2020 સુધી કામગીરી બંધ રહેતાં રીવ્યુ મિટીંગ બોલાવી મહીલા કાર્યકરોને પણ ગાળો આપી હોવાની લેખિત રજુઆત
રાજપીપળા : નર્મદા જીલ્લા ના ગરુડેશ્વર તાલુકામા મિશન મંગલમ DAY-NRLM યોજના અંતર્ગત ફરજ બજાવતા કલ્સટર કો-ઓર્ડીનેટરો વર્ષ 2011થી કામગીરી કરી રહ્યાં છે,કોવીડ-19ના સંક્રમણ નો ભય હોવાના કારણે તેઓ લોકડાઉનના સમય ગાળામા 23 માર્ચ થી 12 મે સુધી ફીલ્ડની યોજનાકીય કામગીરી કરી શક્યાં નહોતા,જેને લઈ ને DRDA જિલ્લા કક્ષાની જીલ્લા પંચાયત નર્મદાની કચેરી ઉપર તેમને મિટીંગ અર્થે બોલાવવામાં આવ્યા હતા,જેમાં જીલ્લા લાઈવલી હુડ મેનેજર આદીત્ય મીના દ્રારા લોક ડાઉન મા કામગીરી કેમ બંધ રાખી તેમ કહી બિભત્સ અને હલકી ભાષામા મહીલા કો-ઓર્ડીનેટરોની હાજરી મા બેફામ ગાળો બોલવામાં આવી અને તમારાં ખાસડાં કાઢી ને તમારાં મોઢાં ઉપર મારીશ ત્યાં સુધી ના ઉચ્ચારણ કરતા મિટિંગ માં હાજર સૌ માં રોષ જોવા મળ્યો હતો.આ બાબતે સાંસદ મનસુખભાઇ વસાવા સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજુઆત કરતા આ કર્મીઓ એ જણાવ્યું કે આ મિટિંગ માં અમારુ સ્વમાન ઘવાયું છે તેમજ આક્રોશમા આવીને અમને ભારે અપમાનિત કરવામા આવ્યાં હતાં.

મિશન મંગલમ યોજના ગ્રામ્ય વિસ્તારની બહેનો માટેજ ચલાવવા મા આવે છે અને મિટીંગ મા હાજર કાર્યકર્તાઓ પૈકી પાંચ તો મહીલાઓજ હતી તેમ છતાં પણ મેનેજર આદીત્ય મીના દ્રારા કોઈ પણ જાતની મર્યાદા રાખ્યાં વગર મિશન ના મુળ હેતુ ની હત્યા કરી નાંખતા બેફામ વાણી વિલાસ કરવામા આવ્યો હતો.


